આજે નયન પૂછે છે
મારા પાણીના કેટલા છે રૂપ?
જો તને બેસાડું પદ્મ પાંદડીએ
તો લાગતું તું રમ્ય મોતી
આંખલડી રહી જાય જોતી
જો તું કેદથા છીપના અંતરમાં
તો બનતું પાણીદાર મોતી
જો કોઇ. જન પરાક્રમકરે તો
"પાણીદાર"ની ઉપમા મળી જતી
જો તું વાદળની વૃષ્ટિ બને
તો જળ-થળ પાણી બની જાતું
પાણી વગર તો ચાલે ના કોઇને
એટલે તો"જીવન" ગણાતુ!