ભય પણ ભયભીત છે અમારી આ નિર્ભયતા ની ભીંત થી,
ડગ માંડું છું અડગતાથી પગલી ઓ થી મોટા,
આપું છુ દાન નાદાન થઈ ને કર્ણ થી મોટા,
ભલે હોય નિર્બળતા ની ભીંસ છતાં પ્રણબદ્ધ છું હું ભીષ્મ ની પેઠે
હોઉં ભલે ને હું કઠોર પણ નઠોર નથી ને
રાજ છોડી રાજી છું હું કેમકે આ ગુલામી નાપસંદ છે શીવા ને.
#- શુન્યની કલમ -#