Chant These Very Important Mantra Before Pooja......
પૂજા કરતાં પહેલાં બોલો આ 1 ચમત્કારી ફળ આપનાર મંત્ર, કામનાઓ થશે પૂરી
હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જ્યાં હજારો રીતિ-રિવાજ અને પરંપરાઓ છે. તેમાંથી જ કેટલાક રીતિ-રિવાજ અને પરંપરાઓ પૂજાને લઈને જોડાયેલા છે. જે વૈદિક કાળથી ચાલતા આવી રહ્યા છે. જેથી આજે અમે તમને પૂજાથી સંબંધિત અગત્યની વાત અને મંત્ર જણાવીશું.
જે લોકો ધાર્મિક હોય છે તેઓ રોજ પૂજા-પાઠ કરે છે. જેથી તે લોકોએ આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે તેઓએ કોઈપણ પ્રકારની પૂજા કરતાં પહેલાં સ્વસ્તિ વાચન અવશ્ય કરવું. આ પાઠ મંગળ કામનાનો પાઠ માનવામાં આવે છે. આ પાઠ બધાં દેવી દેવતાઓને જાગૃત કરે છે.
સ્વસ્તિ વાચનનું મહત્વ
સ્વસ્તિક મંત્ર અથવા સ્વસ્તિ મંત્ર શુભ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. સ્વસ્તિ= સુ+અસ્તિ= કલ્યાણ થાય. એવું માનવામાં આવે છે કે તેનાથી હૃદય અને મન મળી જાય છે. મંત્રોચ્ચાર કરતી વખતે દુર્વાથી જળના છાંટવાથી નકારાત્મક ઊર્જા ખત્મ થઈ જાય છે. સ્વસ્તિ મંત્રનો પાઠ કરવાની ક્રિયા સ્વસ્તિવાચન કહેવાય છે.
સ્વસ્તિ વાચન મંત્ર
જગત કલ્યાણ માટે, પરિવાર કલ્યાણ માટે, સ્વયંના કલ્યાણ માટે શુભ વચન કહેવા તે જ સ્વસ્તિવાચન છે. મંત્ર બોલતા ન આવડતો હોય તો પોતાની ભાષામાં શુભ પ્રાર્થના કરીને પૂજા શરૂ કરવી જોઈએ.
મંત્ર
ऊं शांति सुशान्ति: सर्वारिष्ट शान्ति भवतु।
ऊं लक्ष्मीनारायणाभ्यां नम:।
ऊं उमामहेश्वराभ्यां नम:।
वाणी हिरण्यगर्भाभ्यां नम:।
ऊं शचीपुरन्दराभ्यां नम:।
ऊं मातापितृ चरण कमलभ्यो नम:।
ऊं इष्टदेवाताभ्यो नम:।
ऊं कुलदेवताभ्यो नम:।ऊं ग्रामदेवताभ्यो नम:।
ऊं स्थान देवताभ्यो नम:।
ऊं वास्तुदेवताभ्यो नम:।
ऊं सर्वे देवेभ्यो नम:।
ऊं सर्वेभ्यो ब्राह्मणोभ्यो नम:।
ऊं सिद्धि बुद्धि सहिताय श्रीमन्यहा गणाधिपतये नम:।
ऊं स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।
स्वस्ति नः पूषा विश्ववेदाः।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।
स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥
ऊं शान्तिः शान्तिः शान्तिः ॥