Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પતિ પત્ની વચ્ચે જો હોય કલહ તો આ ઉપાય નિવડશે કારગત

જીવનમાં એ સુખી દાંપત્યજીવનનો પાયો છે પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ. જો બંને એકમેકને સમજે તેમની ભાવનાઓનો ખ્યાલ રાખે, સાચવે તો તેમનું દાંપત્યજીવન હમેંશા પ્રેમથી છલકતું રહે છે. એ દંપતી સમાજમાં યશ અને સન્માન પણ મેળવે છે. જો કે આજના સમયમાં હવે પરિવારવાદ, દાંપત્યજીવન, દંપતી વગેરે શબ્દોનો હાસ થતો જોવા મળે છે. સામે વાળાની તમા ન કરનારા ભલે ગમે તે કહે પણ પોતાને અધૂરાં જરૂર અનુભવે છે. જ્યાં પ્રેમ હોય ત્યાં કઈ વાતનું અભિમાન. જો કે આવું જોવા મળતું નથી. જ્યારે જ્યારે પોતાની જાતને વધું પડતું મહત્વ આપવામાં આવે છે ત્યારે દંપતીમાં ખટરાગ પેદા થાય છે. જો તેને સમય રહેતા નિવારવામાં ન આવે તો તે પછી છૂટાછેડા સુધી દોરી જાય છે. આ મામલે પુરુષની પણ એટલી જ જવાબદારી છે કે તે પોતાની પત્નીને સમજે. જરૂરી હોય તેટલો સાથ આપે. તેના સન્માનની રક્ષા કરે. પણ દંપતી વચ્ચે એવી સ્થિતિ પેદા જ ન થવી જોઈએ કે તેમની વચ્ચે અહમનો ટકરાવ થાય. પ્રેમ એ સમર્પણ શીખવે છે. પ્રેમ એ સહઅસ્તિત્વ શીખવે છે. પ્રેમમાં કોઈ મહાન અને કોઈ પામર નથી. પ્રેમ એ સમાનતાના આધાર પર ઉભેલો હોય છે. જો આ રીતે જીવવામાં આવે તો દાંપત્યજીવનના અનેક પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે. વ્યક્તિએ કોઈ જ્યોતિષી કે કોઈ અન્ય બાબતોનો સહારો લેવો પડતો નથી.

પરંતુ વર્તમાન સમયમાં વૈચારિક મતભેદના કારણે આવી આદર્શ સ્થિતી પતિ-પત્ની વચ્ચે જોવા મળતી નથી. ઘણીવાર દંપતિ વચ્ચેનો ક્લેશ પરીવાર માળા તુટવાનું કારણ પણ બને છે. જો દંપતી વચ્ચે કલહ હોય તો ઉપર દર્શાવ્યા પ્રમાણે સૌ પ્રથમ જીવન જીવવું જોઈએ કે જેમાં પતિ પત્ની વચ્ચે સમાનતા અને પ્રેમ હોય. અહમ ન હોય કે ઉચ્ચતાનો ભાવન હોય.

જ્યારે આવી સમસ્યા ઘરમાં જોવા મળે તો તેનું સમાધાન જ્યોતિષશાસ્ત્રના આ અચૂક ઉપાયોથી લાવી શકાય છે. આ ઉપાય કરવાથી દંપતિ વચ્ચેનો ક્લેશ દૂર થશે અને પ્રેમમાં વધારો થશે.

– ઘરમાં નિત્ય શિવ-પાર્વતીની પૂજા કરવી.

– જો સમસ્યા વિકટ હોય તો પતિને રોજ કેસરવાળું દૂધ પીવડાવવું અને પત્નીએ હાથમાં કાચની બંગડી પહેરવી. આમ કરવાથી દાંપત્યજીવનમાં સુખની ખામી નહીં રહે.

– શુક્રવારે લક્ષ્મી-નારાયણને રસીલી મીઠાઈ ધરવી અને પછી તે પ્રસાદ પતિ-પત્નીએ એકબીજાને ખવડાવવો.

– પાણીમાં ગોળ પધરાવી અને તેનાથી સૂર્યદેવને અર્ધ્ય ચડાવવું. આ ઉપાયથી પણ પતિ-પત્ની વચ્ચેના મતભેદ દૂર થઈ જાય છે.

– ચાર રસ્તા પર હોય તેવા પીપળા નીચે શુદ્ધ ઘીનો દીવો ગુરુવારે કરવો અને ત્રણ પ્રકારની મીઠાઈ પધરાવી અને ત્યાંથી પાછળ ફરીને જોયા વિના પરત ફરી જવું.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111341918
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now