જેમણે હંમેશા રાખી સ્વરાજ્ય પર નજર જેમના પર ન થઈ કોઈપણ મારપીટની અસર જીવન વિતાવ્યું સુખ-સુવિધા અને સંબંધીઓ વગર ભારતમાતાની સ્વતંત્રતા અને સુરક્ષામાં વિતાવી ઉંમર છોડ્યું પોતાનું કુટુંબ ગામ નગર ભલે મૃત્યુ પામ્યો હોય છે તેમનું તેમનુ નામ અને આત્મા તો રહેશે હંમેશા અજર - અમર! (આપણા વતન માટે થઈને જે ઓ શહીદ થયા તેવા તમામ વીર શહીદોને સમર્પિત)-બિંદુ અનુરાગ ૧૪/૦૨/૨૦