Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ પૂજાથી બાળકોની પરીક્ષા જાય છે સારી, આજથી જ કરી દો શરૂ

બોર્ડની વાર્ષિક પરિક્ષાઓ હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. શિક્ષણ ક્ષેત્રે હવે પરીક્ષાઓનો દોર શરૂૂ થશે. તો પરીક્ષામાં ધારી સફળતા મળે, તમારા બાળકો સફળ નિવડે તે માટે શું કરવું તે વિશે અમે તમને જણાવીશું. અહિં આપેલા ઉપાયો કરો. તમારા સંતાનોના ભાગ્યને ઉજ્જવળ બનાવો.

દેવી ભાગવતમાં અનેક વર્ણનો છે જે અનુસાર જો દેવી સરસ્વતીની અને ગણેશજીની પૂજા જે ઘરમાં થતી હોય ત્યાં સર્વ પ્રકારે શુભ થાય છે. માતાને સિંદૂર તેમજ અન્ય શણગાર અને મંત્રો તેમજ સ્ત્રોતોથી પૂજન કરો. ફૂલમાળા ચઢાવો. ગણપતિનું પૂજન કરો તેમજ મીઠાઈ ધરાવો. પરીક્ષા પહેલાં જ સાત દિવસથી દહીં સાકર ખવડાવવી શરૂ કરી દો.
નીચે આપેલા મંત્રોની 11 માળા કરો.

વિદ્યા માટેઃ

1. ૐ શ્રીં હૃીં સરસ્વત્યૈ નમઃ
2. ૐ એઈમ્ સરસ્વત્યૈ નમઃ
વાક્ સિદ્ધિ માટે એક મંત્રનો જાપ કરો
ૐ હૃીં એં હૃીં ઓમ સરસ્વત્યૈ નમઃ
આત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ કરો.
ૐ એં વાગ્દેવ્યૈ વિદ્મહે ધીમહિ, તન્નો દેવી પ્રચોદયાત.

રોજગાર પ્રાપ્તિ તેમજ પ્રમોશન માટે આ મંત્ર કરો.

ૐ વદ્ વદ્ વાગ્વાદિની સ્વાહાઃ

પરીક્ષામાં સફળતા માટે આજથી જ આ મંત્રનો જાપ કરો.

ૐ એકદંત મહા બુદ્ધિ, સર્વ સૌભાગ્ય દાયકઃ
સર્વ સિદ્ધિ કરો દેવ ગૌરી પુત્રો વિનાયકઃ

પરીક્ષાના વાર પ્રમાણે કરો આ ઉપાયઃ

સોમવારઃ પરીક્ષામાં જતાં પહેલાં અરીસામાં જુઓ અને રૂમમાંથી પહેલા જમણો પગ બહાર કાઢીને જવું.

મંગળવારઃ હનુમાનજીના મંદિરમાં ગોળ કે બૂંદીનો પ્રસાદ ચઢાવો અને પ્રતિમા પર સિંદૂર લગાવીને જાવ.

બુધવારઃ ઘરેથી મીઠી કોથમીર ખાઈને અને ગણેશજીનો મંત્ર ૐ ગં ગણપત્યૈ નમઃ નો જાપ કરીને જાવ.

ગુરુવારઃ માથા પર કેસરનું તિલક કરો. પોકેટમાં પીળો રૂમાલ કે હળદરનો એક ટૂકડો રાખીને જાવ.

શુક્રવારઃ સફેદ ચંદનનું તિલક લગાવો, દહીં, ગળ્યું ખાઈને તેમજ દહીનું દાન કરીને જાવ.

શનિવારઃ શનિદેવની પ્રતિમા પર સરસવનું તેલ ચઢાવો અને ખિસ્સામાં થોડાં રાઈના દાણા કે સરસવના દાણા રાખી લો પછી જાવ.
સામાન્ય રીતે રવિવારે સ્કૂલ પરીક્ષા ભણતર દરમિયાન હોતી નથી. આમછતાં જો હોય તો…

રવિવારે સૂર્યને જળ ચઢાવી જાવ તેમજ થોડો શીરો ખાઈને અને વહેંચીને જાવ.

આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. બાળકોના પેપર સારા જાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111341299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now