આ પરપોટા જેવડી જીંદગીમાં
ક્યાં સુધી બોજ લઈને ફરીશું?
છોડ એ બધી ચિંતાઓ, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ....
આ નાનાં એવા બે પળનાં ટકમાં
ક્યાં સુધી ફરજો ને નિભાવશુ?
છોડ એ બધાં બંધનો, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ.....
આ ચેતનાથી ભરેલા કોમળ તનમાં,
ક્યાં સુધી દુખને મહેમાન બનાવીશું?
છોડ એ બધી દર્દોની કથા, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ....
આ અટપટા સંબધોનાં સંસારમાં,
ક્યાં સુધી નિભાવવાના નાટક કરીશું?
છોડ એ બધાં વહેવારો, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ....
આ તર્ક વિતર્કોની ઘુસભરી ગૂંચવળોમાં,
ક્યાં સુધી દુનિયાને સમજાવતા રહીશું?
છોડ એ બધી મથામણો, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ....
આ પૈસાને પુંજી શાહુકાર બનવાની હોડમાં,
ક્યાં સુધી પૈસાની પાછળ દોડીશું?
છોડ એ બધી મોહમાયા, ને ચાલ થોડું દિલથી જીવી લઈએ....
-મિલન અંટાળા