Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાંદરા રીંછથી ડરતા હશે પરંતુ જ્યાં વાંદરા અને રીછ સાથે રહેતા હશે તેવા સ્થળો ઉપર વાંદરાઓ અનુભવના અંતે રીંછથી ડરીને ભાગી જતાં હશે અથવા તો ઝાડની ઉચેની ડાળી એ ચડીને બેસી જતા હશે
કારણ કે ત્યાં નાનપણથી તેઓને રીંછ સાથે કેમ વર્તવું તે તેઓના વડીલ વાંદરાઓ દ્વારા શિક્ષણ મળ્યું હોય એ બની શકે કારણ કે તેઓ નાના હોય ત્યારે રીંછને જોઇને તેઓની અને અન્ય બીજા વાંદરાઓની ટોળીને ભાગતા જોઈ હોય અને એ અનુભવથી મોટા થઈને રીંછને જોઇને નાશી જતા હોય
તેમજ અનુભવના અંતે પણ ડહાપણ આવ્યું હોય અને ડર પેશી ગયો હોય એવું બની શકે
પરંતુ અમદાવાદના વાંદરાઓની સાત પેઢીમા કોઈ એ ક્યારેય રીંછ જોયું નહિ હોય જેના કારણે વાંદરા ડરીને ભાગી ગયા હશે કે પછી રીંછને ભગાડી મૂકે છે એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે
કદાચ એવું પણ બની શકે કે અમદાવાદ એરપોર્ટના વાંદરા બહાર ગામના વાંદરાઓને અમદાવાદ રીંછ જોવાના બહાને અમદાવાદ બોલાવી લે અને સંખ્યા બળ વધારે
જે કારણસર અમદાવાદમા વાંદરાની સંખ્યામા વધારો ન કરે તો સારુ
કદાચ માણસની જેમ વાંદરાઓને પણ મોટા શહેરમા ચટકો લાગ્યો હોય અને શહેરમા ગીચતાના કારણે એરપોર્ટની ખુલ્લી વિશાળ જગ્યાએ આવી ને ધામા નાખ્યા હોય એવું પણ કદાચ હોઈ શકે અને તેઓના બચ્ચાંને મફતમા વિમાન જોવા મળે એટલે પણ કદાચ તેઓ એરપોર્ટ ઉપર પડ્યા રહેતા હોય
આતો કાલ બાપુના ફાર્મ હાઉસ ખાતે પાર્ટી પૂરી થયા પછી ભગલો અમથું વધેલું પી ને ગ્લાસ ધોતા ધોતા મૂડમાં આવી જઈ ને આવી બૌધિક વાતો કરી રહ્યા હતા
બાકી ભગલો અને અમથુડો બંને બુદ્ધિ શાળી તો છે એ પાકું હો
આને કદાચ આ એક સાહેબે સૂચવેલ પ્રયોગ પણ હોઈ શકે જેથી પરિણામનો નિષ્કર્ષ જાણ્યા પછી આગામી ચૂંટણીમા ઉપયોગ અન્ય રીતે કરવા તૈયારી કરી હોય એવું પણ બની શકે
હવે જોવાનું એ છે કે આ રીંછ વાંદરાને ભગાડે છે કે વાંદરા ભેગા થઈને આ ડુપ્લીકેટ રીંછને ભગાડે છે
હવે વાંદરાઓ પણ પહેલાં જેવા ભોટ કે ભોળા રહ્યા નથી

Gujarati News by બાબા સત્સંગી : 111338314
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now