કુંડળીમાં જે જાતકનો હોય સૂર્ય નબળો, દર દરની ઠોકરો ખાય, મુશ્કેલી ટાળવા કરો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્રમાં સામાન્યરીતે નૌ ગ્રહને વિશેષ મહત્વ આપે છે. આ નૌ ગ્રહોમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને જે ક્યારેય દેખાતા નથી. તેવા બે છાયા ગ્રહ રાહુ અને કેતુ સામેલ છે. સૂર્ય એ ગ્રહોનો રાજા છે. પણ જો કુંડળીમાં અશુભ ફળ આપવું શરૂ કરે તો ત્યારે અનેકવાર સોનું ખોવાઈ જવાની ઘટના બનતી જોવા મળે છે. કેટલીક વખતે તે ખોવાય જાય છે કે કેટલીક વખતે તે ચોરી થાય છે.
કુંડળીમાં સૂર્ય જ્યારે શુભ સ્થાનમાં ન હોય કે શુભ સ્થાનનો માલિક ન બનતો હોય ત્યારે સૂર્યનું વિપરિત ફળ ભોગવવું પડે છે. તેના સંકેત દૈનિક જીવનમાં પણ મળે છે. જ્યારે સંકેત મળે ત્યારે સમજી લેવું જોઈએ કે સૂર્ય અશુભ થઈ ગયો છે. સૂર્યને કારણે જ દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. એવી સ્થિતિમાં દરરોજ સવારે ઉઠીને સૂર્યને અર્ઘ્ય આપવો જોઈએ. આમ કરવાથી તેની અશુભ અસર ઓછી થાય છે.
સૂર્ય નબળો થવાથી થાય છે આ અસરો
ગુરુ અને પિતાની મદદ નથી મળતી. રાજકીય કામોમાં મુશ્કેલીઓ અને વિલંબ થાય છે. નોકરીમાં મહેનત કરવા છતાં લાભ નથી મળતો. કામના સ્થળે માનહાનિ વેઠવી પડે છે. સોનાની જ્વેલરી ખોવાઈ જાય છે. સવારે ઉઠવામાં આળસ આવે છે. આંખો સંબધિત મુશ્કેલીઓ વેઠવી પડે છે. સમાજમાં માન સન્માન મેળવવામાં ઓછપ આવે છે. કોઈ કાર્ય કરીએ તેમાં જશ નથી મળતો.
દોષના નિવારણ માટે કરો આ કામ
સવારે ઉઠીને સારી રીતે માંજેલા તાંબાના પાત્રમાં જળ ભરીને સૂર્ય નારાયણને અર્ધ્ય આપી મંત્રોચ્ચાર કરો. ૐ સૂર્યાય નમઃ રવિવારે સવારે સૂર્ય સંબંધિત ચીજો જેવી કે તાંબા પાત્ર, પીળું વસ્ત્ર, લાલ ગોડ, લાલ ચંદનનું દાન કરો. ભગવાન સૂર્ય નારાયણને દર રવિવારે ખીર ધરાવો. ગાયત્રી મંત્રના જાપ કરો. ગાયત્રી મંત્ર બોલીને સૂર્ય નારાયણને જળ ચઢાવો. સૂર્યના જાપ કરાવો. આ ઉપાયો કરવાથી સૂર્ય પાવરફૂલ થઈ જશે. તેના નકારાત્મક ફળમાં ઘટાડો થશે.