According To Jyotish Don’T Put These 8 Things At Home
જે ઘરમાં ભુલથી પણ રાખે આ 8 વસ્તુઓ, તે ધીરે-ધીરે બની જાય છે ગરીબ
દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરતાં હોય છે. પરંતુ કેટલાક કારણોસર કેટલાક વ્યક્તિઓના આ પ્રયત્નો સફળ થતાં જ નથી. લક્ષ્મીની પ્રસન્નતા માટે પ્રાચીન સમયથી જ ઘરમાં કેટલાક કાર્યો અને વસ્તુઓ સંબંધિત કેટલીક પરંપરાઓ પ્રચલિત છે. મોટભાગના લોકોના ઘરમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ટૂટેલી ફુટેલી હોય છે, બેકાર હોય છે અને ઘરમા કોઈક ખૂણામાં પડી રહે છે.
આમ તો ઘરમાં કોઈપણ પ્રકારની બિનજરૂરી વસ્તુ ન રાખવી જોઈએ, પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તૂટી-ફૂટી જાય તો તરત જ ઘરમાંથી હટાવી લેવી જોઈએ. જો ઘરમાં ન રાખવા યોગ્ય વસ્તુ પડી હોય તો ધનની દેવી મહાલક્ષ્મી નારાજ થઈ જાય છે. લક્ષ્મીની કૃપા વગર આપણને ધનહાનિનો સામનો કરવો પડે છે અને ઘરમાં પૈસા આવતા અટકી જાય છે.
ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો ન રાખવા જોઈએ. શાસ્ત્રો પ્રમાણે જો એવા વાસણ ઘરમાં રાખવામાં આવે તો તેનાથી મહાલક્ષ્મી નાખુશ રહે છે અને દરિદ્રતા આપણા ઘરમાં પ્રવેશી જાય છે. જેથી આવા વાસણોનો નિકાલ કરી દેવો જોઈએ.
તૂટેલો અરીસો રાખવો વાસ્તુ પ્રમાણે એક દોષ છે. આ વસ્તુને લીધે ઘરમાં નકારાત્મક ઊર્જા સક્રીય થઈ જાય છે અને પરિવારના સદસ્યોને નકારાત્મક પરિણામ સહન કરવું પડે છે. જેથી ક્યારેય ઘરમાં ટૂટેલો અરીસો રાખવો નહીં.
-લગ્ન જીવનમાં સુખ શાંતિ માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો ન હોય. જો પલંગ સારી રીતે ન રાખેલો હોય તો પતિ-પત્નીના લગ્ન જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. સાથે પલંગ હમેશાં વાસ્તુ પ્રમાણેની દિશામાં રાખવો જોઈએ.
ખરાબ ઘડિયાળ ઘરમાં ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘડિયાળની સ્થિતિથી આપણા ઘર-પરિવારની પ્રગતિ નક્કી થાય છે.
જો ઘરમાં કોઈ તૂટેલી તસવીર હોય તો તેને તરત જ હટાવી લેવી જોઈએ. વાસ્તુ પ્રમાણે તે પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. જેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. સાથે જ પરિવારના સભ્યો પર તેની ખરાબ અસર પડે છે.
ઘરમાં જો કોઈ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ ખરાબ હોય કે તૂટેલી હોય તો તેને ઘરમાંથી હટાવી લેવી જોઈએ. એવો સામાન ઘરમાં રાખવાથી વાસ્તુદોષ પેદા થાય છે.
-ઘરનો મુખ્ય દરવાજો કે અન્ય કોઈ દરવાજો ક્યાંકથી તૂટેલો હોય તો તેને તરત જ સારો કરી લેવો જોઈએ. દરવાજામા તૂટ-ફૂટ વાસ્તુ દોષ પેદા કરે છે.