Dharm And Jyotish Know About Stale Flour
ઘરમાં ન રાખતા વાસી બાંધેલો લોટ, પિતૃઓ, અતૃપ્ત આત્માઓ કરશે પરેશાન!
અન્ન પૂર્ણતઃ મનને પ્રભાવિત કરે છે અને મનનો સ્વાસ્થ, રોગ અને જીવન સાથે ગાઢ સંબંધ છે. આ કારણ છે કે જેવું અન્ન તેવું મન અને જેવું મન તેવું તન અને જીવન બને છે. શાસ્ત્રો પ્રમાણે ગુંદેલા કે બાંધેલા લોટ એ પીંડની જેવા માનવામાં આવે છે જે પિંડ મૃત્યુ પછી જીવાત્માને સમર્પિત કરવામાં આવે છે. અન્ન માત્ર શરીરને જ નહીં પણ મન-મસ્તિષ્કને પણ પૂર્ણ રીતે પ્રભાવિત કરે છે. દૂષિત ભોજનનું સેવન કરવાથી માત્ર તમારા તન-મનને જ નહીં પણ તમારી પેઢીઓ સુધી પ્રભાવિત કરે છે. સનાતનકાળથી જ ઋષિ-મુનીઓને શ્રેષ્ઠ જીવન માટે જે માર્ગ બતાવ્યા છે તેમાં ભોજન ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
આગળ વાંચો ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ તેની પાછળ છુપાયેલું રહસ્ય....
તાજુ ભોજન ખાવાથી તન-મન સ્વસ્થ રહેવાની સાથે-સાથે મન-મસ્તિષ્ક નિર્મળ બની રહે છે અને રોગને પેદા થતા રોકે છે પરંતુ પાછલા કેટલાક દશકાઓથી ઈલેક્ટ્રોનિક આધુનિકીકરણને લીધે રેફ્રિજરેટરનો ઉપયોગ અત્યધિક વધી રહ્યો છે ત્યારથી દરેક ઘરમાં વાસી ભોજનનો ઉપયોગ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેને કારણે ભારતીય પરિવારો અને સમાજમાં તામસિકતા પોતાનો પરચમ ફેલાવી રહી છે. તાજુ ભોજન ખાવાથી જીવનમાં નવીન વિચારો અને સ્ફૂતિનું આહવાન થાય છે. તેનાથી વિપરિત વાસી ભોજનથી ગુસ્સો, આળસ, મદ અને અહંકાર તેજીથી જીવનમાં પોતાના પગ પેસરો કરે છે.
અનેક પૌરાણિક શાસ્ત્રોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે વાસી ભોજન પ્રેતોનું ભોજન હોય છે અને તેનું ભક્ષણ કરનાર વ્યક્તિ જીવનમાં નિરાશા, બીમારીઓ, ક્રોધ અને ચિડિયાપણાથી ઘેરાયેલો રહે છે. આજકાલ મોટાભાગના પરિવારોની મહિલાઓ સમય બચાવવા માટે રાતે ગુંથીને લોટ બનાવીને રેફ્રિજરેટરમાં રાખી દે છે અને આગામી બે દિવસથી લઈને પાંચ-પાંચ દિવસ સુધી ઉપયોગ કરવામાં આવે છે. ગુંથેલો લોટને એ પીંડ સમાન માનવામાં આવે છે જે પિંડ મૃત્યુ પછી જીવાત્માઓ માટે સમર્પિત કરવામાં આવેચે. કોઈપણ પરિવારમાં જ્યારે ગુંથેલો લોટ રફ્રિજરેટરમાં રાખવાનું ચલણ હોય છે ત્યાં પ્રેતામાઓ અને પિતૃઓ આ પિંડનું ભક્ષણ કરવા માટે તે ઘરમાં આવવાનું શરૂ કરી દે છે. જે પ્રેતાત્માઓ અને પિતૃગણ પિંડ પ્રાપ્ત કરવાથી વંચિત રહી જાય છે એવી વખતે તેઓ રેફ્રિજરેટરમાં રાખેલા આ પિંડથી તૃપ્તિ મેળવવાનો ઉપક્રમ કરતા રહે છે.
જે ઘરમાં વાસી લોટ બાંધીને રેફ્રિજરેટરમાં રાખવાનું પ્રચલન હોય ત્યાં કોઈને કોઈ પ્રકારે અનિષ્ટ, રોગ-શોક અને ક્રોધ તથા આલસ પોતાનો પગ-પેસરો કરે છે. આ વાસી અને પ્રેત ભોજનને ખાનાર લોકોને અનેક સમસ્યાઓથી ઘેરાયેલા રહેવું પડે છે. તમે પોતાની આસપાસ પડોશિયો, દોસ્તો, સંબંધીઓનાના ઘરોમાં આ પ્રકારની પરિસ્થિતિઓ જોઈ તેની દિનચર્યાનું તુલનાત્મક અધ્યયન કરશો તો જાણવા મળશે કે તેઓ કોઈને કોઈ ગુંચવણથી ઘેરાયેલા રહે છે. લોટ ગુંથવામાં લાગતા સમયને બચાવવા માટે કરવામાં આવતું આ ચલણ શાસ્ત્ર વિરુદ્ધ અને અનુચિત છે. આપણા પૂર્વજ સદૈવ એવી સલાહ આપતા રહ્યા છે કે ગુંથેલો લોટ રાતે ન રાખવો જોઈએ. તે જમાનામાં રેફ્રિજરેટરનું કોઈ અસ્તિત્વ ન હતું તેમ છતાં પણ આપણા પૂર્વજો તેની પાછળના છુપાયેલા રહસ્યો અને ખતરાઓની પૂરી જાણકારી હતી.