આપણને મળતી ઘટનામાંથી ન ગમતા ભાગને દૂર કરો અને ત્યારબાદ જે વધે તે સુખ છે.
સુખ સરવાળો નથી બાદબાકી છે, જીવનમાંથી દુઃખ ને બાદ કરતા જાઓ તો બાકી સુખ સિવાય કંઈ જ નહીં રહે, ઘઉમાં કાંકરા છે અને તેથી તમે કહો છો કે ઘઉં ખાવા જેવા નથી પણ તમારી આસપાસના માણસો ઘઉંમાંથી કાંકરા કાઢી રહ્યા છે અને એ કાંકરા તમારી આસપાસમાં જ ભેગા થઈ રહ્યા છે કાંકરામાંથી ઘઉં વીણવા પડે,એવી દશા તમારી થાય એ પહેલા તમે પોતે જ ઘઉં માંથી કાંકરા દૂર કરી નાખો તો પછી તમારા માટે સુખ સિવાય બીજું શું છે... કરો કંકુના👍🏻😊
રાકેશ સૈદાણે