Puja Important In Dharm
પૂજામાં ધ્યાન રાખવી જોઈએ આ વાતો, તો જ મળે છે પૂરું ફળ..................!
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પૂજા માટે અનેક વિધિ-વિધાન છે. કહેવાય છે કે, સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા કરવાથી જ કોઈપણ વ્રત કે પૂજાનું પૂરું પરિણામ પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે પણ આપણા ઘરમાં કોઈ પ્રકારની પૂજાનું આયોજન થાય છે તો કોઈ શાસ્ત્રોના જાણકાર પંડિતને બોલાવવામાં આવે છે. પરંતુ પૂજાના કેટલાક વિધાન એવા પણ છે જેને રોજ પૂજાના સમયે કરવાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ સામાન્ય લોકો મોટાભાગે એવા ઉપાયોથી અજાણ હોય છે. શાસ્ત્રો પ્રમાણે એવો જ એક નિયમ છે પૂજા કરતા પહેલા સંકલ્પ લેવાનો. પૂજા પહેલા સંકલ્પ લેવામાં ન આવે તો પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી.
જો સંકલ્પ ન કર્યો હોય તો પૂજાનું ફળ કોને પ્રાપ્ત થાય છે આગળ વાંચો....
સંકલ્પ વગરની પૂજાનું ફળ ઈન્દ્રદેવને પ્રાપ્ત થાય છેઃ-
સાથે જ એવું માનવામાં આવે છે કે પૂજાનો સંપૂર્ણ ફળ ઈન્દ્રદેવને પ્રાપ્ત થાય છે. પૂજા માટે સંકલ્પ લેવાનો અર્થ એક પ્રકારે પોતાની કસમ ઉઠાવવી, કે પોતાને સાક્ષી માની કોઈ સંકલ્પ લેવાનો છે. સંકલ્પ લેતી વખતે હાથમાં જળ પણ લેવામાં આવે છે કારણ કે તેનાથી સંપૂર્ણ સૃષ્ટિના પંચમહાભૂત(અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જળ)માં ભગવાન ગણપતિ જળતત્વના અધિપતિ છે. તેમને આગળ રાખીને સંકલ્પ લેવો અર્થાત્ સંકલ્પમાં દરેક કાર્ય શુભ થાય તેવી પ્રાર્થના પણ સામેલ હોય છે. વ્રત અને પૂજા માટે એકવાર સંકલ્પ કર્યા પછી તેને પૂરું કરવું જરૂરી બની જાય છે. એવામાં જે વ્યક્તિ સંકલ્પ કરે છે તેને દરેક સ્થિતિમાં સંકલ્પ પૂરો કરવો પડે છે. જેનાથી તેમની સંકલ્પ શક્તિ મજબૂત થાય છે. જીવનની વિષમ પરિસ્થિતિઓને સામે લડવા અને પોતાના દરેક કાર્ય પ્રત્યે દૃઢસંકલ્પ કરી તેને પૂરું કરવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે.