Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Man Or Woman Does These Four Things Which Should Never Be Ashamed

સ્ત્રી હોય કે પુરૂષ, આ 4 કામ કરવામાં ક્યારેય ન કરવી જોઇએ શરમ......!

મોટાભાગે શરમને શિષ્ટાચારનો અગત્યનો અંગ માનવામાં આવે છે. સ્ત્રીઓ માટે તો લાજ એક ઘરેણું માનવામાં આવે છે, પરંતુ આચાર્ય ચાણક્યએ કેટલાક કાર્ય એવા બતાવ્યા છે જેના માટે સ્ત્રી હોય કે પુરૂષ બન્નેએ કોઈપણ પ્રકારની શરમ રાખવી ન જોઈએ. જેથી આજે તમને જણાવીશું તે ચાર કામ કયા-કયા છે-

આચાર્ય ચાણક્ય કહે છે કે-

धनधान्यप्रयोगेषु विद्यासंग्रहणे तथा।
आहारे व्यवहारे च त्यक्तलज्ज: सुखी भवेत्।।

આ શ્લોકમાં આચાર્ય ચાણક્યએ પહેલું કામ એ બતાવ્યું છે કે આપણે ધન સંબંધી કાર્યોમાં કોઈપણ પ્રકારની શરમ કરવી જોઈએ. જો આપણે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા છે તો પૈસા માગવામાં સંકોચ કરવો નહીં. વ્યક્તિ ઉધાર માગતી વખતે તો મજબૂરી દેખાડે છે પરંતુ પૈસા પરત કરતી વખતે તે અનેક પ્રકારના બહાના બનાવે છે. આવી પરિસ્થિતિમાં આપણા પૈસા અટકી શકે છે. જેથી આપણી દ્વારા જ આપેલા આપણા પૈસા માગવામાં ક્યારેય શરમ ન કરવી. ધન સંબંધી જે પણ વાતો હોય તે પહેલાં જ નક્કી કરી લેવી જોઈએ.

આગળ જાણો અન્ય એવા 3 કામ વિશે જે કરવામાં શરમ ત્યજી દેવી જોઈએ.....

બીજું કામઃ-

આપણે ક્યારેય શિક્ષા અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં શરમ ન રાખવી જોઈએ. કંઈક શીખવું હોય તો શરમ ન રાખવી જોઈએ. નહીં તો જીવનભર અજ્ઞાનીની જેમ રહેવું પડી શકે છે. અજ્ઞાનતા દૂર કરવા માટે જે પણ યોગ્ય વ્યક્તિ સંપર્કમાં આવે તેનાથી યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. આજકાલ મોટાભાગના લોકો કોઈથી પણ કંઈ પૂછવામાં સંકોચ અનુભવે છે આ સંકોચ ભવિષ્યમાં કેટલીક પરેશાનીઓનું કારણ પણ બને છે.

આગળ જાણો ત્રીજા અને ચોથા કામ વિશે જે કરવામાં શરમ ન રાખવી જોઈએ....

ત્રીજુ કામઃ-

જે વ્યક્તિ ભોજન કરવામાં સંકોચ રાખે છે તે હમેશા ભૂખ્યું રહે છે. જેથી ભૂખ લાગી હોય ત્યારે ભોજન કરી લેવું જોઈએ. જો કોઈ વ્યક્તિથી ભોજન માગવું પણ પડે તો માગી લેવું જોઈએ. જ્યારે આપણે કોઈના ઘરમાં મહેમાન બનીને જઈએ છીએ તો ત્યાં સંકોચવશ ભૂખ લાગવા પર પણ ભોજન માગતા નથી. જ્યારે આવી પરિસ્થિતિમાં શરમ ત્યજી દેવી જોઈએ. ભૂખ લાગી હોય ત્યારે ભોજન ન કરીએ તો સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આગળ જાણો ચોથા કામ વિશે જેને કરવામાં શરમ ન કરવી...

ચોથું કામઃ-

જો કોઈ વેપારી છે તો તેણે પોતાના ગ્રાહકો અને દેણદારોથી ક્યારેય શરમ કરવી ન જોઈએ. ધન અને વેપારથી જોડાયેલી તમામ વાતો સ્પષ્ટ રીતે કહી દેવી જોઈએ. જો આપણે શરૂઆતમાં જ બધી વાતો સ્પષ્ટ રીતે નહીં કહીએ તો પછીથી ધન હાનિનો સામનો કરવો પડી શકે છે અથવા તો કોઈપણ વિપરિત સ્થિતિને કારણે આપણી પ્રતિષ્ઠા પર પણ સવાલ ઉભા થઈ શકે છે.

જેથી આપણે આ ચાર કામો કરવામાં ક્યારેય શરમ રાખવી નહીં.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111334217
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now