ઘરમાં કરોળિયાનું જાળું લાવે છે દૂર્ભાગ્ય
ઘર સુંદર અને સ્વચ્છ દેખાય, તેમાં આપણે ઘરની સાફ સફાઈની તરફ જરૂર ધ્યાન આપીએ છીએ પણ ઘરની છત અને ખૂણાઓને વધારે નજરઅંદાજ કરી દઈએ છીએ. ઘરનાં ખૂણાઓ અને છત કરોળિયાને રહેવા માટે પસંદગીનું સ્થાન હોય છે. હમેંશા આપણે જાળા હટાવવામાં આળસ કરીએ છીએ જેને કારણે ઘરમાં વાસ્તુદોષ ઉતપન્ન થાય છે. લોકોને એમ કહેતા સાંભળવામાં આવે છે કે અમે મહેનત તો બહું જ કરીએ છીએ. પણ તેનું ફળ નથી મળતું. કમાયેલું ધન બચતું જ નથી. આ પરેશાનીઓનું કારણ ઘરમાંજ હોય છે. અને આપણે ક્યારેય ધ્યાન જ નથી આપતા. આવો જ એક દોષ છે ઘરમાં થયેલું કરોળિયાનું જાળું.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં લાગેલું કરોળિયાનું જાળુ અશુભતાની નિશાની છે. વાસ્તુશાસ્ત્રનું માનીએ તો કરોળિયાનું જાળું ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે આ ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે સાથે સાથે બીમારીઓને પણ આમંત્રણ આપે છે. ઘરના સભ્યોમાં હમેંશા આળસ, ચિડિયાપણું અને નકારાત્મક વિચાર આવવા પાછળ પણ આ કારણ હોય છે.
જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો જે ઘરમાં કરોળિયાનું જાળું હોય તે ઘરમાં રહેનારા લોકોના મન પર ખરાબ અસર થયેલી જોવા મળે છે. ઘરમાં રહેનારા લોકોનું મગજ સારી રીતે કામ નથી કરી શકતું. તેનું મન હમેંશા જાળાની જેમ જ ઉલઝેલું રહે છે. તેનાથી વ્યક્તિની વિચારવાની અને સમજવાની શક્તિ પણ પ્રભાવિત થતી હોય છે. તેને પરિણામે વ્યક્તિની નિર્ણય લેવાની શક્તિને પણ અસર પડે છે. પારિવારિક જીવનમાં તણાવનું મુખ્ય એક કારણ કરોળિયાનું જાળું પણ હોય છે. આ પરિવારના સભ્યોને માનસિક રોગી પણ બનાવે છે.
ઘણીવાર એવું પણ જોવા મળે છે કે આપણે ગમે તેટલું ધન ખરચીએ પણ તે પૈસો વ્યર્થ જાય છે. અથવા ફાલતૂ કામો પાછળ ખર્ચ થાય છે. લાખ કોશિશો કરવા છતાં પૈસા બચતા નથી. આથી જો ઘરમાં કરોળિયાનું જાળું હોય તો તેને તરત જ હટાવી દો. આ ઘરના બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પાડે છે. તેનો માનસિક વિકાસ રુંધે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં કરોળિયો જાળું બનાવવું શરૂ કરી દે છે તે ઘરમાં દુર્ભાગ્યનો પડછાયો પડવા લાગે છે. ખાસ કરીને ભારે તિથિઓમાં તેની વિશેષ અસર જોવા મળે છે. ઘરમાં કરોળિયાનું જાળું ન હોવું જોઈએ. આ અશુભતાને વધારે છે. ઘરમાં કરોળિયાનું જાળું બનવા પાછળ પણ ધાર્મિક કારણ છે અને વૈજ્ઞાનિક કારણ પણ છે.
કરોળિયાના જાળાની રચના એવી હોય છે કે તેમમાં નકારાત્મક ઉર્જા એકત્રિત થઈ જાય છે. ઘરના જે ખુણામાં કરોળિયાનું જાળું હોય, તે ખુણો કે હિસ્સો નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. આ કારણે ઘરમાં ક્લેશ, બીમારીઓ અને અન્ય અનેક સમસ્યાઓ પેદા થાય છે. કરોળિયાના એક જાળામાં બીમારી ફેલાવનારા અનેક સૂક્ષ્મ જંતુઓ રહે છે. કરોળિયોએ દૂર્ભાગ્યનો સૂચક હોવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં કમી આવે છે. આ ઘરના માહોલને નકારાત્મક બનાવે છે. તેનાથી નકારાત્મક ઉર્જા એક ચક્રવ્યૂહ બનાવી લે છે. કરોળિયાનું જાળું ઘરની સુંદરતા પણ ઘટાડે છે. આથી શક્ય એટલી ઝડપે જાળું દેખાય તેવું સાફ કરી નાંખો.