*એ વીર જવાનો* કવિતા... ૩૦-૧-૨૦૨૦
આવો સહુ સાથે મળીને એ વીર જવાનો ને યાદ કરીએ,
યશોગાથા ગાઈને એ દેશભક્તો ને સલામ કરીએ.
એ વીર જવાનો પર નાઝ છે ભારત ભોમને,
યાદ રાખજો એ અલબેલા શૂરવીરોના શૌર્ય ને.
વતનની મિટ્ટી માટે પરવા કરી ના પરિવારની જેમણે,
આ દેશને બચાવવા એ પરમવીરો ની દેશભક્તિ ને.
મરો યા મારો કહીને કુદી પડ્યા એ વીર જવાનો,
સદાય રટતા રહેજો નામ એ શહીદ વીર જવાનોનાં.
જાન ધરી દીધી પણ પીછેહઠ કરી નહીં,
એવાં એ વીર જવાનો ને કદી ભૂલશો નહિ....
ભાવના ભટ્ટ અમદાવાદ....