Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

motivational tips by garun puran, garun puran and life management tips

પદ અને ધનનો અહંકાર ન કરો, બીજાને નીચું બતાવવાનો પ્રયાસ ન કરો નહીં તો જીવનમાં ક્યારેય પણ સુખ-શાંતિ નહીં મળે - ગરુડ પુરાણ

જીવનમાં સુખ અને શાંતિ બનાવી રાખવા માટે શાસ્ત્રોમાં અનેક નીતિઓ જણાવવામાં આવી છે. જો આ નીતિઓનું પાલન કરવામાં આવે તો આપણી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. ગુરુડ પુરાણના નીતિસારમાં 4 એવા કામ જણાવવામાં આવ્યા છે જેને ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો પરેશાનીઓ વધે છે.

અહંકાર ન કરો

કેટલાક લોકોને પોતાના પદ અને ધનનો અહંકાર થઈ જાય છે, આ અહંકારના કારણે તે બીજાને નીચું સમજવા લાગે છે. આવા લોકો સમય-સમય પર બીજાને નીચું બતાવવામાં પણ નથી ચૂકતા. આ કામના કારણે બીજાને તકલીફ પહોંચે છે. કોઈ પણ રીતે બીજાને દુઃખ આપવું પાપ માનવામાં આવ્યું છે એટલે આ આદતનો ત્યાગ કરવો જોઈએ.
બીજાની સફળતા અને સુખ-સુવિધા જોઇને ઈર્ષ્યા ન કરવી

મોટાભાગના લોકો બીજાની સફળતા અને સુખ-સુવિધા જોઇને ઈર્ષ્યા કરે છે. તેના કારણે માનસિક તણાવ વધે છે. જે વસ્તુઓ આપણી પાસે છે, આપણે તેમાં જ સંતોષ પ્રાપ્ત કરી લેવો જોઈએ.

બીજાનું ધન છીનવાના પ્રયાસ ન કરો

ધન મેળવવા માટે લોકો સાચા-ખોટાનો ભેદ ભૂલી જાય છે. કેટલાક લોકો બીજાનું ધન હડપવાની ઈચ્છા રાખે છે અને તેના માટે પ્રયાસ પણ કરે છે. બીજાનું ધન અથવા સંપત્તિ મેળવવાની ઈચ્છા કરવી શાસ્ત્રોમાં પાપ માનવામાં આવ્યું છે. વ્યક્તિએ ધન મેળવવા માટે ધર્મ મુજબ કામ કરવું જોઈએ.

બીજાની નિંદા ન કરો

બીજાની નિંદા ન કરવી જોઈએ. આપણે માત્ર આપણાં કામ ઉપર ધ્યાન આપવું જોઈએ. શાસ્ત્રોમાં બુરાઇ કરવી પાપ કર્મ માનવામાં આવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111332438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now