Gujarati Quote in Story by Rinku Panchal

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગાંધીનગરમાં યોજાશે એક દિવસીય
॥ ટૂંકીવાર્તા લેખન વર્કશૉપ ॥

આ વાર્તાલેખન વર્કશૉપમાં ભાગ લેવા માટે એક અપ્રગટ વાર્તા લખીને હાર્ડ કૉપીમાં નીચેના સરનામે મોકલવી જરુરી છે.

આ વર્કશૉપમાં માત્ર ૧૫ નવા વાર્તાકારોનો સમાવેશ કરવામાં આવશે.

મિત્રો, આજે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ અવનવા પ્રકારનું સાહિત્ય રચાઈ રહ્યું છે. જેમાં ઘણી સારી કલમો પણ છે. પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે પ્રતિભા હોવા છતાંય તેઓની કલમ ઉત્તમ સાહિત્યનું સર્જન કરી શકતી નથી. આજે સૌ કોઈ ખૂબ જ લખી રહ્યું છે પણ શું ના લખવું ? એ કોઈ શીખતું નથી, વિચારતું નથી. આ વર્કશોપમાં ટૂંકીવાર્તામાં “ શું ના લખવું “ એ શીખવવા માટેનો અમારો પ્રયાસ રહેશે.

આ વર્કશૉપમાં પસંદ થયેલી ૧૫ વાર્તાઓનું પઠન અને તેની સમીક્ષા કરવામાં આવશે.

આ વાર્તાઓમાંથી સારી વાર્તાઓનું સંપાદન કરવાનું પણ વિચારાયું છે.

આ વર્કશૉપ માટે પસંદ થનાર વાર્તાકારે રૂ/- ૩૦૦ ભરવાના રહેશે, આ સંદર્ભે સંયોજકશ્રીનો સંપર્ક કરવો.

આ વર્કશોપમાં તજજ્ઞ તરીકે ડૉ. કનૈયાલાલ ભટ્ટ, શ્રી રાઘવજી માધડ અને શ્રી ધર્મેન્દ્ર ત્રિવેદી પોતાની સેવાઓ આપશે.

વર્કશોપની તારીખ : 5, ફેબ્રુઆરી, 2020

સમય : સવારના ૧૦ થી ૫

સ્થળ : પસંદ થયેલ વાર્તાકારોનું વૉટ્સપ ગ્રુપ બનાવી એમાં જાણ કરવામાં આવશે.

વાર્તા મોકલવાનું સરનામું - ॥ ટૂંકીવાર્તા લેખન વર્કશૉપ ॥ પ્લોટ નં – ૧૧૮૫/૫, સેકટર – ૩/ડી, ગાંધીનગર

સંયોજક : પ્રો. ડૉ. ઊર્વિ અમીન. urviamin@ymail.com

વાર્તા ઈમેલથી પણ મોકલી શકાશે.

Gujarati Story by Rinku Panchal : 111331904
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now