Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુકન- અપશુકન આપીને કુદરત કરે છે ભવિષ્યની ઘટનાનો સંકેત

કહેવાય છે કે આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ બને છે જે આપણને ભવિષ્ય વિશે સંકેત આપી જાય છે. કુદરત કશું એમનેએમ નથી કરતી. બનતી કે બનેલી કે બનનારી ઘટનાઓ વિશે ઈશ્વરે જરૂર સંકેત આપ્યો હોય છે. પણ આપણે તો પામર માનવી, ઈશ્વરના સંકેતને કેવી રીતે સમજીએ. આથી જ વિદ્વાનોએ તેમના અનુભવસિદ્ધ જ્ઞાનની એરણ પર ચકાસીને આપણી સામે માહિતી રજૂ કરી છે. જેને આપણે શુકન અને અપશુકન તરીકે ઓળખીયે છીએ.

જો સવારમાં દસ વાગ્યાની આસપાસ બપૈયો બોલે તો સમજવું કે બે દિવસમાં જ વરસાદ આવશે. જો બપૈયો પક્ષી બપોરે બોલે અને વધું વાર બોલે તો સમજવું કે મહિનામાં વરસાદ આવશે. એવી જ રીતે જીવનમાં બનતી ઘટનનાઓ વિશે પણ સંકેત મળે છે. આવનારા સમયમાં થનારી ઘટના વિશે પ્રકૃતિ સંકેત કરી દેતી હોય છે. બસ જરૂર હોય છે આ ઈશારાને સમજવાની. જાણી લો તમે પણ કે કેવી રીતે કુદરત કરે છે શુભ અશુભ ઘટના તરફના સંકેત. આજે જાણીશું માત્ર શુભ સંકેત વિશે….

ઘરેથી નીકળતાં જ રસ્તામાં ગાય મળે તો તેને શુભ સંકેત સમજવો.
– ઘરેથી નીકળો અને જમણી તરફ સાપ, કૂતરું કે વાંદરો જોવા મળે તો કોઈ સારા સમાચાર મળે છે.
– કોઈ સૌભાગ્યવતી સ્ત્રી સામે મળે તો પણ કામમાં સફળતા પ્રાપ્ત થાય છે.
– ઘરમાં અચાનક ઉંદરની અવર-જવર થવા લાગે તો તે ઘરમાં બીમારીનું આગમન થવાનો સંકેત કરે છે.
– ઘરના લાકડાનું ફર્નીચર તુટે કે ઉંદર કોતરી ખાય તો દુખદ સમાચાર મળે છે.
– કોઈ ભીક્ષુક ઘરના આંગણે આવે તો તેને કટુવચન ન બોલવા અને યથાશક્તિ દાન-દક્ષિણા આપવી. તેનાથી ભાગ્ય લાભ થાય છે નહિં તો ભાગ્યહાનિ થાય છે.
– કચરાની ગાડી કે ઝાડૂવાળી સામે મળે તો તે સારા શુકન છે.
– જતાં હોય અને સામે લીલાછમ શાકની લારી મળે તો તે પણ શુભ શુકન છે.
– રસ્તે જતાં હોઈએ અને કોઈ ચાંદીની ચીજ મળે તો તે શુકન છે. પણ સોનું મળે તો તે અપશુકન છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111331868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now