લવ મેરેજમાં આવતી સમસ્યાઓને દૂર કરવા કરો આ ઉપાય
સામાન્ય રીતે જ્યારે આપણે ‘ટોટકું’ બોલીએ છીએ ત્યારે મોટાભાગના લોકો તેને ખરાબ સમજે છે અને બીજાને તકલીફ આપવા માટે કરવામાં આવે તેવું સમજતા હોય છે. ટોટકું શબ્દ દાદા-દાદી અથવા નાના-નાની પાસેથી કરવામાં આવતા પરંપરાગત ઉપાય છે, જે કરવાથી લોકોને લાભ થાય છે. કેટલાંક લાભ કર્મના આધારે થાય છે. આજે જણાવીશું આવા કેટલાંક ટોટકાઓ વિશે જેનો ઉપાય કરવાથી તમને થશે લાભ.
– વેપારમાં સફળતા માટે લવિંગ, પીળા કલરનો પુખરાજ અથવા પન્ના ધારણ કરવું. તેનાથી વેપારમાં લાભ થશે.
-નોકરીમાં સફળતા માટે પુખરાજ અથવા પન્ના ધારણ કરવું અને દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરવું. તેનાથી નોકરી સંબંધી સમસ્યાઓ દૂર થશે.
-જો તમારો પ્રેમી અથવા પ્રેમિકામાંથી કોઈ એક વ્યક્તિને મંગળ હોય તો તે શુભ નથી પણ પરંતુ જો આવા લોકો તેમના પ્રેમી અથવા પ્રેમિકા સાથે જ લગ્ન કરવા માટે બધા પ્રયત્ન કરી રહ્યા હોય તો તેમને મંગળ દોષને દૂર કરવા માટે ઉપાય કરવા જોઈએ. તેમજ મંગળ દોષ હોય તેને કુંભ વિવાહ અથવા વટ વિવાહ જેવા ઉપાય કરવા જોઈએ.
-હીરાનું રત્ન ઘારણ કરવાથી પ્રેમ સંબંધમાં જરૂરથી સફળતા મળે છે. પ્રેમ વિવાહ પહેલાં જો પ્રેમી અથવા પ્રેમિકા એકબીજાને હીરાની ગીફ્ટ કરે તો તે શુભ છે.
-ગૌરી-શંકર રુદ્રાક્ષને સફેદ ગોલ્ડમાં ધારણ કરવાથી પ્રેમ વિવાહનો યોગ બને છે.
-રાતે ઉંઘ ના આવતી હોય તો સ્ટીલની રીંગ અથવા ચંદ્રનો નંગ ધારણ કરવો. તેનાથી રાતે ઉંઘની સમસ્યા દૂર થશે.
-જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એક તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમાં થોડું લાલ ચંદન મિક્સ કરવું. તે પાત્રને માથાના ભાગે રાખીને રાતે સૂઈ જવું. સવારે તેને તુલસીના છોડને ચઢાવી દેવું. આ ઉપાય કરવાથી ધીમે ધીમે તમારી બધી સમસ્યાઓ દૂર થશે.