બાળ વાર્તા નં .૪
કારીગર
બાળકો આપણાં જીવનમાં ઘણાં કારીગરો હોય છે.
માટલા બનાવનાર કુંભાર
લોંખડની ચીજો બનાવનાર। લોહાર
લાકડાની ચીજો બનાવનાર। સુથાર
બગીચા ની સંભાળ લેનાર। માળી
સોનાના દાગીના બનાવનાર। સોની/સોનાર
કપડાં સીવનાર દરજી
રસોઈ બનાવનાર। રસોઇયો /મહારાજ
પૂજા કરનાર। પૂજારી
દર્દીને તપાસી દવા આપનાર। દાક્તર/ડોક્ટર
ભણાવનાર/જ્ઞાન આપનાર। શિક્ષક/ગુરૂ
કથા કહેનાર કથાકાર
લાકડા કાપનાર। કઠિયારો
શાકભાજી વેચનાર। કાછિયો
આવા અનેક છે પેટ ભરવા ઘણી જ મહેનત કરતા હોય છે ને તેમના ધંધા પ્રમાણે ઓળખાતા પણ હોય છે.દરેક પર પંચતંત્ર પર વાર્તા પણ ને શીખવા જેવી શિખામણ પણ મળે છે..
આધુનિક જીવનની આધુનિક શૈલી માં વાત કરીએ તો મોબાઈલ પર તમે ગુગલ થી બધી જાણકારી પણ મેળવી સકો છો.એક કામ કરશો તો તમને વધુ આનંદ થશે.તમે આ બધા કારીગરો ની મુલાકાતે જજો તો તમને એમની મહેનત વિશે વધુ માહિતી મળશે ને વધુ શીખવાનું.મોટા થઈ કયો હુન્નર કરવો તે પણ જાણકારી મળશે.
એક સરસ દાખલો આપું છુ લોંખડમાંથી લોહાર તલવાર બનાવે છે ને સોઈ પણ...તલવાર માણસ રક્ષણ માટે રાખે છે પણ તે લોહી જ વહેવડાવે જ્યારે નાની સોઈ સાંધવાનું કાર્ય કરે.કપડાં ફાટે કે શરીર નો ઘા તે ટેભાં(ટાંકા/stitches) લઈ સાંધે છે.બનાવનાર કારીગર એક દ્રવ્યમાંથી પણ બે કેવી જુદી જુદી ચીજો બનાવે છે.
કુંભારનું મહત્વ એના માટીના વાસણ થી જ ખબર પડે.
સોની નું મહત્વ તેની નકાશી થી..દાગીનાના ઘડામણ થી.
એક સરસ વાર્તા જાણો ...
રૂપ-કુરૂપ
કાલિદાસ કવિ ને સંસ્કૃત ના મહારથી હતા.તેઓ વિક્રમાદિત્ય રાજાના કવિ હતા.રાજા પોતે સશક્ત ને ઘાટીલા (Handsome) હતા.બન્ને બગીચામાં ફરી રહ્યા હતા.રાજાએ કાલિદાસને કહ્યું તમે કેમ આવા કુરૂપ છો?ને હુ કેમ આવો સુંદર ને આક્રષિત?કવિ એ કહ્યું ફૂલ કેવા સુંદર રંગબેરંગી છે પણ તેને સાથ દેનાર ડાળીને થડ કેવા છે? છતાં કુરૂપતા ને સુંદરતાનો ભેદ કાલે દરબારમાં કહીશ.
બીજે દિવસે દરબાર ભરાયો છે.રાજા રાણીઓ ને દરબારી આવ્યા.કાલીદાસ બે થેલા લઈ આવ્યા.વચ્ચોવચ મૂક્યા ને પછી વાતની શરૂઆત કરી .*રૂપ કુરૂપ શું છે?મનની માન્યતા કે આંખોની નજર થી મપાતું માપ દંડ.*બધાએ કહ્યું સુંદર ને રૂપ તો દરેકને ગમે.
તેમણે બન્ને થેલા ખોલ્યા એકમાં સોનાનું માટલું ને એકમાં માટીનું માટલું હતું ,બન્ને પાણી થી ભરેલા હતા.
કાલિદાસે સૌ પ્રથમ રાણીઓ ને પાણી પાયું. પછી રાજાને.બન્ને ને પૂછ્યું ,ક્યું પાણી મીઠું ને ઠુંડુ હતું?બન્ને બોલી ઉઠ્યા ,*માટલાનું .*”એક પછી એક દરબારીઓ નો પણ આજ જવાબ હતો.કાલિદાસે કહ્યું રૂપાળું તો સોનાનું માટલું છે તો પછી માટીનું કુરૂપ માટલાનું પાણી કેમ???
કાલિદાસે સમજાવ્યું રૂપ ને કુરૂપતા માન સિક છે..સૌ પોતપોતાના ગુણ પર થી ઓળખાય છે.રાજા ક્ષત્રિય ને બહાદૂર છે ને રૂપાળા તો હું શાસ્ત્રીય જ્ઞાની છુ પણ કદરૂપો...પણ છુ તો રાજા જેટલો જ મહત્વપૂર્ણ.
• માટે ગુણ પારખો રૂપ નહિ*
• સૌ કારીગર તેમની કલા ના માહિર જ છે..ન કોઈ મહાન ન કોઈ અધમ.
• સૌને માનથી જુઓ ગુણથી ઓળખો.
•
જયશ્રી પટેલ
૧૦/૧૨/૧૯