Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Many Men Of Contaminated Planets In Horoscope Theydeprived Of Happiness

આવા પુરુષોને ક્યારેય નથી મળતું સ્ત્રીસુખ, વંચિત રહેવાના કારણો જાણી લો!

કોઈ પુરુષના જીવનમાં ધન-દોલત પછી ગમે એટલી હોય, પરંતુ જો તેને પત્ની તરફથી સુખ પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો વ્યર્થ છે. પતિ-પત્નીની વચ્ચે સુખ-દુઃખ આપસી તાલમેળ અને સમજદારી ઉપર જ નિર્ભર કરે છે. લગ્ન જીવનમાં ક્યારેક-ક્યારેક એવી પરિસ્થિતિઓ પેદા થતી હોય છે જ્યારે પતિ-પત્નીની વચ્ચે વિવાદ પેદા થાય છે. ઘણીવાર નાના-નાના વિવાદ પણ મોટા વિવાદનું રૂપ લઈ લેતા હોય છે. કેટલાક પુરુષોને લગ્ન જીવનમાં મોટાભાગની પરિસ્થિતિઓમાં પત્ની સુખ પ્રાપ્ત નથી થઈ શકતું.

જ્યોતિષ પ્રમામે કુંડળીમાં કેટલાક એવા યોગ બતાવ્યા છે, જેનાથી એ જાણી શકાય છે કે કોઈ પુરુષને જીવનમાં પત્ની સુખ મળશે કે નહીં. જે લોકોની કુંડળીમાં એવા યોગ હોય છે,તેઓ સ્ત્રી સંબંધમાં દુઃખી જ રહે છે. કુંડળીમાં સાતમા ભાવ જીવન સાથીનો કારક સ્થાન માનવામાં આવે છે. આ ભાવમાં જો ગ્રહો અશુભ યોગ બનાવે છે તો લગ્નજીવનમાં સુખ નળી મળતું.

આગળ વાંચો કયા-કયા યોગ છે, જેને લીધે પુરુષોને પત્ની તરફથી સુખ પ્રાપ્ત નથી થતું....

-જે લોકોની કુંડળીમાં સાતામા ભાવમાં સૂર્ય અને ચંદ્ર સ્થિત હોય તે લોકો પુત્ર કે સ્ત્રીઓ તરફથી અપમાનિત થતા રહે છે. આ સ્થિતિને કારણે પુરુષને લગ્ન જીવનમાં અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડે છે.

-જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સાતમા ભાવમાં મંગળ હોય તો લગ્ન જીવન સંતોષકારક નથી રહેતું.

-જે લોકોની કુંડળીમાં સાતમા ભાવમાં સૂર્ય, શનિ અને રાહુ સ્થિત હોય, તેમને સ્ત્રી તરફથી કષ્ટ મળે છે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સાતમા ભાવમાં શનિ અને ચંદ્ર એકીસાથે સ્થિત હોય તો સમજી લેવું જોઈએ કે એવી વ્યક્તિને લગ્ન જીવનમાં ક્યારેય સુખ નહીં મળે.


-જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સાતમા ભાવમાં મંગળ સ્થિત હોય તો લગ્ન જીવન સંતોષકારક નથી રહેતું.

-જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય સાતમા ભાવમાં એકલો સ્થિત હોય તો એવા વ્યક્તિને પત્ની તરફથી સુખ પ્રાપ્ત નથી થતું.

-જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પ્રથમ ભાવમાં સૂર્ય અને ચંદ્ર સ્થિત હોય તો વ્યક્તિને માતા અને પિતા તરફથી દુઃખ જ મળે છે. એવા લોકોને સંતાન તરફથી પણ પૂર્ણ સુખ પ્રાપ્ત નથી થઈ શકતું.

-જે લોકોની કુંડળીમાં પાંચમા ભાવમાં ચંદ્ર અને સૂર્ય એકીસાથે સ્થિત હોય, તે લોકો પુત્ર સુખ અને સુવિધાઓથી વંચિત રહે છે.

સૂર્ય-ચંદ્રની આ સ્થિતિતને લીધે જ વ્યક્તિ ગરીબ પણ થઈ જાય છે.
આગળ જાણો અશુભ યોગોને દૂર કરવાના જ્યોતિષિય ઉપચાર..

આ અશુભ યોગોને દૂર કરવાના ઉપાયઃ-

-રોજ સવારે સૂર્યને જળ ચઢાવો.

-હળવા રંગના અને સફેદ રંગના કપડાં પહેરો. ગાઢ રંગના કપડા પહેરવાથી બચવું.

-સફેદ રંગનો રૂમાલ હંમેશા પોતાની સાથે રાખો.

-દરરોજ કેશર કે ચંદનનું તિલક કરો.

-સૂર્ય અને ચંદ્રમા સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરો.

-ચંદ્રથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે શિવજી અને ગણેશજીની આરાધના કરો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111330093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now