Gujarati Quote in Thought by Kinjal Dipesh Pandya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❣આજની યુવા પેઢી ❣



મને એવું લાગે છે કે ફરી આ દેશ નો યુવાન ધર્મ તરફ, ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે. એના પહેરવેશ પરથી એને ઓળખી ન શકાય. એની આચાર અને વિચાર પરથી પારખવો રહ્યો. આજની પેઢી આપણને ધૂની લાગે, તોછડી લાગે,.અલ્લડ લાગે, પરંતુ એ નિખાલસ છે, પ્રામાણિક છે. એ ખોટા દેખાડા માં કે અંધશ્રધ્ધામાં કે સામાજિક રીતી રીવાજો નો વિરોધ નથી કરતો પણ માનતો પણ નથી. એ ખોટું બોલશે પણ નહીં અને સહન તો ન જ કરે. શનિવારે હનુમાનજી ના મંદિરે હનુમાન ચાલીસા ગાતો સંભળાય છે, મોરારી બાપુની રામકથા માં આજની યુવા પેઢી ની સંખ્યા આંખે ઊડીને વળગે એટલી હોય છે. આ એ જ બતાવે છે સમય ફરી બદલાયો છે. વરસો પહેલાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હતી. પછી વચ્ચે ના તબક્કા માં દિકરો માં બાપ ને વૃધ્ધાશ્રમ માં મૂકી આવતો, હમણાં ના સમય માં એ જ દિકરા ના દિકરાઓ કે દિકરીઓ એમના દાદા દાદી ને પાછા ઘરે લઈ આવે છે. એમણે દાદા દાદી, નાના નાની વિશે ચોપડીઓમાં જ નથી વાંચવું એમણે એમની સાથે જીવવું છે , એમની પાસે વાર્તાઓ સાંભળવી છે, એમના જુના મકાનોમાં રહેવું છે, બધા જ અનુભવો જાતે કરવા છે. હવે સમય બદલાયો છે. એલોકો ને પોતાના વ્યક્તિઓને ખુશ રાખતા અને સાંચવતા આવડે છે.
કદાચ બે પેઢીઓ વચ્ચે મતભેદ થઈ શકે, મનભેદ નહીં.
આપણે જે વીસ વર્ષ પહેલા કરતા એ આજના યુવાનો પાસે ન કરાવી શકાય કારણ એ ત્યારે જન્મ્યો જ નહીં હોય અને કદાચ હોય તો એ સમજી શકવાની અવસ્થામાં ન પણ હોય!
આપણે બદલાવા ની જરુર છે, નહીં કે એલોકો ને બદલવાની.
આજની પેઢી ગરીબોની મદદ કરવા માં પણ નથી શરમાતી. પોતાના દેશ ને સાચું શું છે એ બતાવી એના માટે સાચો પ્રધાન સેવક કેવો હોવો જોઈએ એનો નિર્ણય જાતે જ કરે છે અને એને પૂરેપૂરો સાથ પણ આપે જ છે. આજની યુવા પેઢી સ્પષ્ટ અને પારદર્શી છે. નિડર છે, જેવું બોલે છે એવું જ આચરણ કરે છે. એ વાણી, વર્તન અને મહેનત માં માને છે. કૃષ્ણ એ આજના યુગમાં જન્મ લેવો જોઈએ. તો એ જરૂર ગર્વ કરશે આજની પેઢી પર , આ થનગનતા યુવાન પર.

-કુંજદીપ
કિંજલ દિપેશ પંડ્યા
કિલ્લા પારડી

Gujarati Thought by Kinjal Dipesh Pandya : 111329190
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now