Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખરે મહિલાઓ મંદિર જતા સમયે કેમ રાખે છે માથા પર પલ્લુ

હિન્દુ ધર્મમાં મંદિર જતા સમયે કોઇપણ પ્રકારની પૂજા-પાઠ કરતા સમયે મહિલાઓને માથુ ઢાંકીને એટલે કે માથે ઓઢીને જવા માટે કહેવામાં આવે છે. પરંતુ એવુ કેમ? તેની પાછળ એવી માન્યતા કેમ છે. આખરે શુ કારણ છે કે કોઇપણ પ્રકારની પૂજા સમયે મહિલાઓએ માથે ઓઢવું જરૂરી છે. જો તમે પણ તેની પાછળનું કારણ નથી જાણતા તો આજે અમે તમને જણાવીશુ કે આખરે મહિલાઓ મંદિરમાં જતા સમયે માથે કેમ પલ્લુ રાખે છે.

હિન્દુ ધર્મમાં એક માન્યતા પ્રાચીન સમયથી પ્રચલિત છે કે આપણે જેનું સમ્માન કરીએ છીએ તેની સામે હંમેશા માથુ ઢાંકીને જવું જોઇએ. કહેવાનો મતલબ કે માથે ઓઢવું એક પ્રકારનું આદર છે. કેટલાક લોકો તેને રૂઢિવાદનો પ્રતીક માને છે. પરંતુ એવું બિલકુલ નથી, ખરેખર તે સમ્માન આપવાની એક રીત છે. આજકાલ લોકો મોર્ડન થઇ ગયા છે જેને લઇને આ વાત પર ધ્યાન આપતા નથી.

તે સિવાય અન્ય એક માન્યતા એવી પણ છે કે મંદિર જતા સમયે જો માથા પર પલ્લુ ન રાખીએ તો આપણા વાળ તૂટીને પડે છે. જે હિન્દુ ધર્મમાં બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી. આ અંગે કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણા વાળ તૂટીને પડે છે તો જેના કારણે આપણી પૂજા નિષ્ફળ જાય છે. પરંતુ જો આપણે માથે ઓઢીને મંદિર જઇએ તો તેની સંભાવના ઓછી થઇ જાય છે અને આપણને પૂજાનું યોગ્ય ફળ મળે છે. આ વાતને ઘણી મહિલા પર લાગૂ કરવામાં આવે છે. કારણકે દેવી-દેવતાઓના સમ્માન રીતે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેથી કહેવામાં આવે છે કે મહિલાઓએ પૂજા કરતા સમયે માથુ ઓઢી લેવું જોઇએ

કહેવામાં આવે છે કે માથુ ઢાંકવાથી ધ્યાન એકાગ્રચિત રહે છે. તેનો મતલબ કે માથુ ઢાંકીને દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે તો ધ્યાન આજુ બાજુ જતુ નથી. તેનાથી વ્યક્તિ સહેલાઇથી ભક્તિમાં મન લગાવી શકે છે. કારણકે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જે પૂજામાં ધ્યાન પ્રભુ તરફ એકાગ્ર ન હોય તે પૂજાનો કોઇ ફાયદો નથી. વેદમાં વર્ણિત ઉલ્લેખ અનુસાર માથાના મધ્યમાં એક કેન્દ્રીય ચક્ર રહેલું છે. કહેવાય છે કે માથુ ઢાંકીને ઇશ્વરની આરાધના કરવાથી આ ચક્ર પર જલદી અસર થાય છે. જેનાથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ કહેવામાં આવ્યું છે કે માથુ ઢાંકીને પૂજા કરવાથી વ્યક્તિની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. તેનાથી વ્યક્તિના મન-મગજમાં સકારાત્મકમતા બની રહે છે. એવામાં વ્યક્તિ સહેલાઇથી ઇશ્વરમાં તેમનુ ધ્યાન રાખી શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111328923
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now