જો ડોક પર તલ કે મસો હોય તો રહે છે વ્યક્તિ પર જવાબદારીનો ભાર
સમુદ્રશાસ્ત્રમાં શરીર પરની નિશાનીઓ પરથી વ્યક્તિના ભાગ્ય અને સ્વભાવ વિશેની સટિક માહિતી મેળવી શકાય છે. જેમાં વ્યક્તિના ભાગ્યોદયથી લઈને અનેક બાબતો પર પ્રકાશ પાડી શકાય છે. સાથોસાથ વ્યક્તિને મળતી સુખ અને સમૃદ્ધિ વિશે પણ માહિતી મેળવી શકાય છે. તો જાણો શરીર પર આ સ્થાને તલ શું સુચવે છે.
1. જો વ્યક્તિની ડોક પર તલ કે મસાનું નિશાન હોય તો વ્યક્તિ પર જવાબદારીનો ભાર રહે છે.
2. જો વ્યક્તિના કાન પાછળ તલ હોય તો વ્યક્તિ આર્થિક રીતે સુખના આશીર્વાદ લઈને જન્મી હોય છે. અને 12 વર્ષની થાય ત્યાં સુધીમાં પોતે કે પરિવાર લખપતિ થઈ જાય છે.
3. જો વ્યક્તિના પેડુની નીચેના ભાગમાં તલ હોય તો વ્યક્તિ કામુક હોય છે.
4. જો વ્યક્તિની નાભિ ઊંડી અને ઉપરની તરફ હોય તો તે વ્યક્તિનું જીવન સુખમય રહે છે.
5. જો વ્યક્તિનું નાક પોપટની ચાંચ જેવુ ધારદાર હોય તો વ્યક્તિ ધનવાન અને સપંન્ન બને છે.
6. જો વ્યક્તિના નાક પર તલ કે મસો હોય તો વ્યક્તિ સામાજિક રીતે નામ ધરાવે છે પણ સાથોસાથ વિવાદિત હોય છે.
7. જો હાથની આંગળીઓ પર શંખ કે ચક્રની જગ્યાએ કમળના ફૂલની નિશાની હોય તો વ્યક્તિને ધનની ક્યારેય કમી રહેતી નથી.
8. જો વ્યક્તિની દસ આંગળીઓમાં ભગવાન વિષ્ણુના પ્રતીક ચિન્હ હોય તે ભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિ પાસે અપાર ધન સંપત્તિ હોય છે.
9. જો વ્યક્તિનું પેટ ગાગર જેવું હોય તો વ્યક્તિને પરિવારનું ટેન્શન રહે છે.
10. જો વ્યક્તિને હોઠની નીચેના ભાગમાં ડાબા કે જમણાં જડબા તરફ તલ કે મસો હોય તો વ્યક્તિને વૈધવ્ય આવે છે.
11. જો વ્યક્તિના મોઢાં પર ક્યાંય પણ તલ કે મસાનું નિશાન હોય તો વ્યક્તિ સારી લોકચાહના ધરાવતી હોય છે.
12. જો વ્યક્તિના બાવડે તલ હોય તો વ્યક્તિ નાની ઉંમરમાં જવાબદારી ઉપાડી પરિવારમાં આગવું સ્થાન ભોગવે છે.