તારી સાથે બધી વાત,
share કરવી છે,
પણ ખબર નહી બીક લાગે છે કે,
તું પછી મારા માટે શું વિચારીશ...
તારી સામે બેસાડી ને તને બસ,
કલાકો સુધી માત્ર જોવો જ છે,
પણ ખબર નહી કેમ કોઈક વાર ,
સામે જોવાની પણ હિંમત નથી થતી...
તારો હાથ પકડી ને,
દૂર ચાલ્યા જવું છે,
પણ ખબર નહી એમ લાગે કે,
હું તારા લાયક નથી...
તારી આંખ માં જ,
ખુદા દેખાય છે,
પણ ખબર નહી કેમ
ખુદા માં પણ તું જ દેખાય છે...
ખુદ ની સાથે તો,
તુજ ને જ પામુ છું,
પણ ખબર નહી કોઈક વાર,
દૂર પણ તું જ લાગે છે...
લોકો તો માત્ર મારા,
શબ્દ ને જ સમજે છે,
પણ મને એ ખબર છે કે,
તું એક જ મારું મૌન સમજે છે...
હીમાશ્રી...
"રાધું"
#my_words ...