ગ્રહોના દેવ, ગુરુ ગ્રહ
કુંડળીમાં ગુરુ ની પરિસ્થિતિ સારી હોય શુભ સ્થાને હોય કે જાતકોને સામાજિક માન પ્રતિષ્ઠા અને મોભો મળે છે તો આજે દેવોના ગુરુ ગ્રહ બ્રહસ્પતિ વિષે જાણીએ
ચતુરાઈ પવિત્રતા અને ન્યાયના દેવ એટલે ગુરુ ગ્રહ . ગુરુ સાથે અલગ અલગ પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ જોડાયેલ છે ગુરુ ગ્રહને ભક્તિના દેવતા અને દેવોના ગુરુ માનવામા આવે છે ગુરુ હકારત્મકતા આશાવાદ સભ્યતા સારા ચારિત્રનો અને વુસ્તૃતીકરણનો ગ્રહ છે શુક્ર ગ્રહ દૈત્યગુરુ હોવાથી શત્રુ ગ્રહ છે મુખ્ય સાત ગ્રહોમાં ગુરુએ એવો ગ્રહ છે જેને આપણે નરી આંખો જોઈ શકીએ છે અવકાશમાં ગુરુ પાંચમો ગ્રહ છે જેમ પૃથ્વી પાસે એક ચંદ્ર છે તેમ ગુરુ ગ્રહ પાસે 11 ચંદ્ર છે જે રાતે જોઈ ઁશકાય છે એક રાશિ મા આશરે તેર મહિના ગુરુ ભ્રમણ કરે છે
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ ધન અને મીન રાશિનો માલિક ગ્રહ છે જે કર્ક રાશિમાં ઉચ્ચ નો અને મકર રાશિમાં નીચતત્વ પ્રાપ્ત કરે છે ઋગ્વેદ અને હેમંત ઋતુ ગુરુ ના આધિપત્ય હેઠળ આવે છે ગુરુ નો અર્થ થાય છે શિક્ષક, જ્ઞાન આપનાર, કુંડળીમાં સંતાન ધન ચતુરાઈનો કારક ગ્રહ ગુરુ છે આ માચે ગુરુ ગ્રહની સ્થિતી જોવામા આવે છ્ ગુરુના આધિપત્ય હેઠળ જન્મેલા વ્યક્તિઓ પ્રમાણિક નિષ્ઠાના નિખાલસ તર્કશક્તિ વાળા અને સમય પ્રમાણે વિચાર ધરાવતા હોય છે . તે કોઈની બાબતમાં વચ્ચે કુદી પડતા નથી પરંતુ તેમને સાચો નિર્યણ લેવામા માર્ગદર્શન આપે છે તેઓ સ્વાભિમાની અને પોતાના દેશ અને ધર્મ પ્રત્યે આદર ધરાવનાર અને જીવન નિર્વાહ જેટલું તો આરામથી કમાઈ લે છે
પરંતુ ગુરુ ગ્રહ ખરાબ સ્થિતી મા હોય અગર નબળો કે નીચતત્વ મા હોય કે અશુભ ગ્રહથી પિડીત હોય તેવી વ્યક્તિ ઉડાઉ બેદરકાર અવિચારી ઉદાર હોય
છે તેમને સ્વાસ્થ્ય અને સંતાનને લગતી કે પ્રાપ્તિ મા સમસ્યા સર્જાય છે કેટલીક વાર એવું પણ બંને તેઓ મોટા હોદા પર હોય તો તર્ક શક્તિ હોય
છે ધનવાન હોવા છતા ધન પ્રાપ્તિ માટે જુઠ્ઠું બોલે અગર દાન સહાય ત્યારેજ કરે કો તેના બદલામાં મોટી પ્રસિદ્ધિ મળતી હોય ગુરુ ગ્રહ ખરાબ સ્થાન મા હોય તો અશુભ નથી બનતો પરંતુ તેની શુભ અસરોમાં ઘટાડો થાય છે પરંતુ તેના મુળ અને સારા ગુણ ગુમાવતો નથી
સંબંધોમાં જોઈએ તો સ્ત્રી માટે પતિનો કારક અને બાકી સંતાનો અને દાદાનો કારક ગ્રહ થે તે ચંદ્ર મંગળ અને સુર્ય નો મિત્ર ગ્રહ છે જ્યારે શનિ બુધ શુક્ર અને રાહુ કેતુ તેના શત્રુ ગ્રહ છે
અન્ય બાબતો જોઈએ તો સોના પર ગુરુનો પ્રભાવ છે તે શિવાય અર્થતંત્ર સરકારી નિતી ઉચ્ચ પદવી શેરબજાર વગરે પર ગુરુનો પ્રભાવ છે ઈશાન ખુદાનો માલિક ગ્રહ ગુરુ છે જેથી પુજા સ્થાન માટે ઈશાન ખુણાની પસંદગી કરવામાં આવે છે વ્યવસાયની દ્રષ્ટિ જોઈએતો શિક્ષણ સારો હોદ્દો કાયદો લેખક કે સારા વક્તા ધર્મના વડા નાણા વિગેરે ગુરુ પ્રભાવ હેઠળ વતી વ્યવસ છે ઉપર દર્શાવેલી દરેક બાબતના અભ્યાસ માટે વ્યક્તિની કુંડળી મા ગુરુની પરિસ્થિતિ જોવાય છે
આ શિવાય ગોચર મતલબ હાલની રાશિ ના ભ્રમણની પણ વ્યક્તિ પર સારી ખરાબ અસરો પડે છે આપની કુંડળી મા ગુરુ તેના સ્થાન અને રાશિ નક્ષત્ર પ્રમાણે ફળ આપે છે