પહેલાંના સમયમાં વ્યક્તિની ઉંમર સો વર્ષની હતી. કોઈ દુર્ઘટનામાં કે યુદ્ધમાં મૃત્યુ ન હોય તો દરેક વ્યક્તિ ઓછામાં ઓછું 100 વર્ષ અવશ્ય જીવતો હતો. જ્યારે આજના સમયમાં બહુ ઓછા લોકો સો વર્ષ જીવે છે. મોટાભાગના લોકો 60 વર્ષની ઉંમર સુધી તો અનેક રોગોના શિકાર બની જતાં હોય છે અને ત્યારબાદ મૃત્યુ પામી જાય છે.
શાસ્ત્રો મુજબ ભગવાને દરેક વ્યક્તિની ઉંમર સો વર્ષ નિર્ધારિત કરી છે. ભગવાન દ્વારા આટલું આયુષ્ય નિર્ધારિત કર્યા બાદ બહુ ઓછા લોકો આટલું જીવી શકે છે. મહાભારતમાં બતાવેલું છે કે કોઈ વ્યક્તિ કયા કારણોસર સો વર્ષ સુધી જીવી શકતો નથી.
એક સમયે દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રે વિદુરથી પૂછ્યું કે જ્યારે ભગવાને બધાં વ્યક્તિઓની ઉંમર સો વર્ષ નિશ્ચિત કરી છે કોઈ વ્યક્તિ ઓછી ઉંમરમાં કેવી રીતે મૃત્યુ
જવાબ આજના સમયમાં પણ બહુ ઉપયોગી છે. તે સમયે કહેલી વિદુરની વાતો આજે પણ વ્યક્તિનું આયુષ્ય વધારી શકે છે. જો તમે પણ લાંબું જીવવા માગતા હોવ તો વિદુર દ્વારા જણાવેલી આ વાતોનું હમેશાં ધ્યાન રાખવું.
બોલવુઃ-
જે લોકો વ્યર્થ જ બોલતા રહે છે, બકવાસ કરે છે, મૌન ધારણ નથી કરતાં, તેમની મૃત્યુ જલ્દી થઈ જાય છે. વધુ બોલવાથી આપણને સ્વસ્થ રાખનારી શારિરીક ઊર્જાનું નાશ થાય છે. જો આપણે સમયાંતરે મૌન ધારણ કરીએ તો આપણી ઉંમર વધી શકે છે. જેથી વધુ બોલનારા લોકો શારિરીક ઊર્જાની ખામીને કારણે લાંબી ઉંમર સુધી જીવી શકતા નથી.
અહંકાર રાખવોઃ-
વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું કે જો કોઈ વધુ અહંકારી થઈ જાય તો તે નિશ્ચિત થઈ જાય છે કે તે સૌ વર્ષ સુધી જીવી શકતું નથી. અહંકાર વ્યક્તિના પુણ્યોને ખતમ કરી દે છે અને શારિરીક રૂપથી વ્યક્તિને કમજોર બનાવી દે છે. વ્યક્તિ અહંકારના વશમાં સારા ખોટાંની ઓળખ પણ ભુલી જાય છે.
વધુ ક્રોધ કરવોઃ-
આપણે બધાં જાણીએ છીએ કે ક્રોધ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે. ક્રોધવશ થઈને આપણે ઘણીવાર ખોટા કામ કરીએ છીએ જેના કારણે ભવિષ્યમાં હાનિ ઉઠાવવી પડે છે. ક્રોધને કારણે શારીરિક ઊર્જા પણ બહુ વધુ માત્રામાં ખતમ થાય છે. જેથી વ્યક્તિની ઉંમર ઘટે છે. વધુ ગુસ્સો કરનારા લોકો નાની ઉંમરમાં રોગી બની જતાં હોય છે અને નાની ઉંમરમાં મૃત્યુને ભેટે છે.
મોહ રાખવોઃ-
જે લોકો ભૌતિક સુખ-સુવિધાઓનો મોહ રાખે છે, શારીરિક શ્રમ નથી કરતાં, પોતાના શરીરને આળસુ બનાવી દે છે, માત્ર આરામનો મોહ રાખે છે, તેવા લોકો નાની ઉંમરમાં રોગિષ્ઠ બનીને મૃત્યુને પ્રાપ્ત કરે છે. દરરોજ યોગ્ય શારિરીક શ્રમ કરવાથી સ્વાસ્થ્ય બરકરાર રહે છે. સુખ-સુવિધાઓનો મોહ ત્યજીને શરીરને સ્વસ્થ રાખવા માટે નિયંમિત રીતે કેટલીક શારિરીક ક્રિયાઓ કરતાં રહેવું જોઈ.
દગો આપવોઃ-
જે લોકો સાચા મિત્રોને, જીવનસાથીને દગો આપે છે, તેઓ મોટી સમસ્યામાં ફસાય છે અને તે સમયે તેમની મદદ કરનારું કોઈ હોતું નથી. જ્યારે કોઈ વ્યક્તિ કોઈને એકવાર દગો આપે છે તો અન્ય બધાં લોકો તેની પર ભરોસો કરવાનું બંદ કરી દે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે વિપરિત સમય આવે છે મિત્રો અને જીવનસાથીની જરૂર પડે છે ત્યારે કોઈ મદદ કરતું નથી. વિપરિત સમયમાં મિત્રો અને જીવનસાથીની મદદથી જીતી શકાય છે નહિતર આવી સ્થિતિ કેટલીકવાર મૃત્યુને નોતરે છે.
સ્વાર્થી હોવુઃ-
જે લોકો સ્વાર્થી હોય છે અને માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે કર્મ કરે છે એવા લોકો પણ વધુ જીવી શકતા નથી. આવા લોકો માનસિક વિકૃતિથી ગ્રસિત હોય છે. વધુ પડતો સ્વાર્થી સ્વભાવ વ્યક્તિને વ્યક્તિને મૃત્યુ સમાન કષ્ટ આપે છે.