Gujarati Quote in Motivational by Harshad Kariyani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"દર્પણ"

જેને દ્રષ્ટિ દ્વારા નિહાળી શકાય એ ચહેરો પણ જેને આત્માભાવ વડે પારખી શકાય તે "દર્પણ".દર્પણ એ ચરિત્ર ને ઓળખવાનો રસ્તો છે જ્યારે વ્યક્તિત્વ પર પ્રભાવ પાડનાર પાસું ચહેરો છે,, ચહેરા થકી જ અહમી અને મૂર્ખ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વ નો પ્રભાવ પડતા હોય છે. દર્પણ શબ્દ બોલતા જ હર એક વ્યક્તિ ના વિચારમાં ચહેરા નામનું આભાસી ચિત્ર દેખાઈ છે.ચહેરો એ વ્યક્તિત્વ પર પ્રભાવ પાડે છે આજ કિસ્સા માં દર્પણ ચરિત્ર પર પ્રકાશ પાડે છે.....વાસ્તવિકતા એ છે કે પ્રકાશ પાડવો નથી પડતો એ તો સમય આવતા જ પ્રસરી જાય છે પણ પ્રભાવ ને પાડવો પડતો હોય છે તે સ્વમુલે પડતો નથી. ભીતરી પવિત્રતા અને ચરીત્રતા એ જ દર્પણની નીચે રહેલા બે અમૂલ્ય અને કિંમતી કોહિનૂર છે....જ્યારે ઉપરી ચહેરા પાછળનું વ્યક્તિત્વ માત્ર પ્રભાવશાળી તેમજ તેનું આયુષ્ય ક્ષણિક હોય છે.જેથી દર્પણ થકી માણસ ના માણસાઈ ની ઓળખ છે, ચહેરો એ તો વાસ્તવિક છૂબી નું માત્ર આભાસી પ્રતિબિંબ છે.દર્પણ ની કસોટી માટે ચક્ષુ ની નહિ પણ પરખંદા પાત્ર ની જરૂર રહે છે,, ચહેરા પરની સુંદરતા નો નાશ થવો એ નિશ્ચિત છે પણ દર્પણ(ચરિત્ર) નો નાશ શક્ય નથી, સમયથી થતાં પ્રહાર અને ઉંમર ના ઘાવને કારણે ચહેરો નિસ્તેજ થવો એ સનાતન સત્ય છે, પણ દર્પણ એ સ્વચ્છતા અને શુધ્ધતા નું પ્રતિક હોવાના કારણે તેનું નિસ્તેજ થવું એ માત્ર કાલ્પનિક અને અકલ્પ્ય વાતોમાં ની એક છે.
અક્સર દર્પણ ના નામ પર ચેહેરાને ઇનામ અપાતા જોયા છે,,
એજ ચહેરા ને મેં કોઠા તરફ જતા જોયા છે..!!(આજની ખુલ્લી વાસ્તવિકતા)
દર્પણ પારખવામાં ઘણી વખત આ દુનિયા ખાસો સમય લેતી હોય છે પણ અફસોસ એ વાત નો હોય છે કે દર્પણ એ જ પારખવા આવતા હોય છે જેના ખુદ ના ચહેરા અનેક ડાઘો વડે કલંકિત હોય છે.આવા ડાઘો વડે ઘેરાયેલ વ્યક્તિના વિચારો પર શું કોઈ ના દર્પણ પર શું રંગીન કલરોનું આલેખન થઈ શકે અને એટલે જ આ સમાજ અને આ મૂર્ખા લોકો ને સમજણા અને ચરિત્રતાવાન વ્યક્તિની ઓળખાણ ના થઈ શકે...............

આંખોથી ઓળખાતા ચહેરાનો શું એતબાર કરવો,
બને તો હૃદયપૂર્વક દર્પણનો દીદાર કરવો..!!!

લિ.
Harshad kariyani

Gujarati Motivational by Harshad Kariyani : 111324537
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now