ક્યારેક વાત અધૂરી તો ક્યારેક પુરી થાય છે
બસ આમ ને આમ વખત ને હાથોહાથ વખત વીતી જાય છે
મધુરા સોણલાં આવે ને રણકાર કરતા રહ્યા
ચાંદ નિત ઉગે ને વળી સુરજ પણ આથમી જાય છે
વાગોળવા એક વાત ને મગજ ને દોડાવી જોયું
સંસ્મરણો પણ કેવા ...હાથ તાળી આપી ને ચાલ્યા જાય છે
કોઈ સરિતા નો કાંઠો આજ પણ સુનો ભાસતો હતો
જગત ની રીત જ્યારે દરિયો પણ નિભાવી જાય છે
વહેતી હતી હું હવાની લહેરખી સમાન અવિરત
પણ આ વાયરા પણ જોને અવડા વળી જાય છે
મળવાને આતુર હું બેઠી કોઈ ઝરૂખે જોઈ એની વાટ...
મીટ મળતા હાથ લાગ્યા પડછાયા ,જે એની સાથે કહી છુપાઈ છે
©ગીતા એમ ખૂંટી