::::::::કોઈ::::::
મધરાતે મળવા આવે છે કોઈ
દુખ ને સુખ માં બદલાવે છે કોઈ
ભવોભવ ની ભૂખ ભાંગે ને
અંતર ના દ્વાર ખોલે છે કોઈ
મધરાતે મળવા....
પ્રેમ નું દ્રવ્ય ચોરે છે કોઈ
દૂર છે તોય ઓરે છે કોઈ
સુધ બુધ ભાન ભુલાવી દે ને
પ્રેમ રાસે નચાવે છે કોઈ
મધરાતે મળવા...
મિત્ર બની બોલાવે છે કોઈ
સત્ય સંસાર સમજાવે છે કોઈ
કર્મફળ ની વાત કહે ને
એંઠી થાળી ઉચકાવે છે કોઈ
મધરાતે મળવા....
અજાણી હૂંડી સ્વીકારે છે કોઈ
દીકરી ના મામેરા પુરાવે છે કોઈ
જગત ચોક માં ગાયા કરું ને
પિતા ના શ્રાદ્ધ કરાવે છે કોઈ
મધરાતે મળવા ......
બ્રાહ્મણ ની વેદના ને જાણે છે કોઇ
અયાચક ની વાત ને પહેચાને છે કોઇ
ચપટી તાંદુલ નો હિસાબ રાખે ને
મિત્ર ની મિત્રતા નિભાવે છે કોઈ
મધરાતે મળવા .....
હર ને ભાન ભુલાવે છે કોઈ
નારી બની નચાવે છે કોઈ
વેણુ વાણી વગાડ્યા કરે ને
પ્રેમ ની વાત પ્રસરાવે છે કોઈ
મધરાતે મળવા....
ઝેર ને અમૃત બનાવે છે કોઈ
ઘૂઘરા બાંધી નચાવે છે કોઈ
કહે "પડકાર" અજબ માયાવી
પ્રેમ ની મૂર્તિ માં સમાવે છે કોઈ
મધરાતે મળવા આવે છે કોઈ
મધરાતે મળવા આવે છે કોઈ
:- પ્રતીક સંઘવી(પડકાર)