ઈરાન-અમેરિકાના ઘમાસાણ વચ્ચે જ્યોતિષીય ગણિત ત્રીજા વિશ્વયુદ્ધને લઈને કરી મોટી ભવિષ્યવાણી
ત્રીજા વિશ્વ યુદ્ધ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે જ્યોતિષ વિદ્યાના જાણકારોનું કહેવું છે કે કોઈ યુદ્ધ નહી થાય. તેમના અનુસાર ઇરાનની આ ઘટના પછી દુનિયામાં થોડી હલચલ જરૂર થશે. પણ કોઈ મોટા યુદ્ધનું કારણ નહીં બને. થોડા દિવસ પછી શનિ ગ્રહ મકર રાશિમાં ગોચર કરશે પછી તમામ પરિસ્થિતિઓમાં સુધારો આવી જશે.
ભારત-ચીન યુદ્ધમાં આવ્યા હતા આ ગ્રહ
1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન 8 ગ્રહ એકસાથે એક જ ઘરમાં આવ્યા હતા.કારગીલ યુદ્ધ વખતે પણ 6 ગ્રહો એક સાથે હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ 6 ગ્રહ કેતુ, શનિ, ગુરૂ, સૂર્ય, બુધ અને ચંદ્ર એકસાથે ધન રાશિમાં આવ્યા હતા. હાલ શુક્ર અને મંગળ આસપાસના ઘરમાં છે. આ કારણે આવી પરિસ્થિતી ઉભી થઈ રહી છે.
ધીરે ધીરે સામાન્ય થશે પરિસ્થિતિ
24 જાન્યુઆરી પછી પરિસ્થિતિ સામાન્ય થશે. એપ્રિલ સુધીમાં શાંતી સ્થપાશે. શનિ હાલ ધનુ રાશિમાં છે અને 24 જાન્યુઆરીએ શનિ પોતાની સ્વરાશી મકરમાં આવશે. સાથે અન્ય ગ્રહ પણ અલગ થવા લાગશે.
વિશ્વ યુદ્ધ નહીં થાય
વિશ્વ યુદ્ધને લઈને કોઈ વિચાર ન કરશો. આનું કારણ છે કે શનિ હાલ ધનુ રાશિમાં છે જે 24 જાન્યુઆરીએ પોતાની જ રાશિમાં મકરમાં પ્રવેશ કરશે. આથી યુદ્ધના કોઈ અણસાર નથી.
ભારતની આર્થિક સ્થિતિ સુધરશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભારતનું વૃષભ લગ્ન અને કર્ક રાશિ છે. ગ્રહોના ગોચરથી ભારતની આર્થિક સ્થિતિ સુધરશે. એપ્રિલથી હાલતમાં સુધારો થશે. ગુરૂ મકર રાશિમાં આવવાથી અને શનિના રાશિ પરિવર્તનથી ભારતને રાહત મળશે. દેશની આર્થિક સ્થિતિ સુધરશે.