Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Three Points Of Any Man’S Life Is The Sign Of Man Unfortunate Life

પુરૂષોના જીવનમાં આવતી સૌથી ખરાબ પરિસ્થિતિનો સંકેત છે આ 3 વાતો !

મોટાભાગે ઘણા વ્યક્તિ નાની-નાની પરેશાનીઓને કારણે એવું બોલ્યા કરે છે કે, તેના નસીબ ખરાબ છે. મોટાભાગે નસીબ ખરાબ હોવાથી જ એવી જ શંકા પેદા થાય છે કે, જેવું આપણે વિચાર્યું છે તેવું ન થાય, અથવા વિચારેલી વસ્તુ પ્રાપ્ત ન થાય તો કોઇપણ વ્યક્તિ એવું માની લે છે કે, તેની કિસ્મત ખરાબ છે. જ્યારે નાની-નાની પરેશાનીઓનું કારણ તમારા નસીબ ખરાબ હોય તેવું નથી હોતું. આચાર્ય ચાણક્યે પુરૂષો માટે ત્રણ સ્થિતિ એવી જણાવી છે, જેમાં હકીકતમાં એવો આભાસ થાય છે કે, વ્યક્તિની કિસ્મત ખરાબ છે.

આચાર્ય કહે છે કે....

वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।।

આ શ્લોકમાં આચાર્ય ચાણક્ય કહે છે કે, જો કોઇ પુરૂષની પત્ની યુવાનીમાં જ મૃત્યુ પામે તો તે બીજા વિવાહ કરી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં પત્ની મૃત્યુ પામે તો તે દુર્ભાગ્યની વાત છે.

આગળ જાણો આ શ્લોકનો પૂર્ણ અર્થ અને અન્ય બે વાતો જે પુરૂષના દુર્ભાગ્ય તરફ ઇશારો કરે છે......

કોઇપણ વ્યક્તિ માટે વૃદ્ધાવસ્થામાં પત્નીનો સાથે સૌથી વધારે જરૂર હોય છે. જો વૃદ્ધાવસ્થામાં પત્ની મૃત્યુ પામે છે તો ફરી વિવાહ થવા મુશ્કેલ બને છે. એવામાં પત્ની વિના વૃદ્ધ પુરૂષ ઠીક રીતે જીવન વ્યતીત કરી શકતો નથી. આ કારણથી વૃદ્ધાવસ્થામાં પત્નીનું મૃત્યુ પામવું, કોઇપણ પુરૂષ માટે દુર્ભાગ્યની વાત માનવામાં આવે છે.

આ છે ખરાબ સમયનો સંકેતઃ-

આચાર્ય ચાણક્યે બીજી વાત જણાવી છે કે, જો કોઇ પુરૂષ કોઇ અન્ય વ્યક્તિ પર આશ્રિત રહે છે, કોઇ અન્ય વ્યક્તિનું આપેલું ભોજન ગ્રહણ કરે છે, અન્ય લોકોનો નોકર બનીને રહે છે તો એવા પુરૂષનું જીવન નરકની સમાન છે. પુરૂષે હમેશાં કર્મશીલ રહેવું જોઇએ.

જે પુરૂષ અન્ય પર આશ્રિત રહે છે, તે ક્યારેય પોતાની આઝાદી પ્રાપ્ત કરી શકતો નથી. તેણે દરેક કામ માટે પોતાના અન્નદાતા અને પાલકથી સહયોગ લેવો પડે છે. આવી પરિસ્થિતિથી બચવું તે જ પુરૂષો માટે શ્રેષ્ઠ રહે છે, નહિ તો, એવો જ આભાસ થાય છે કે વ્યક્તિના નસીબ ખરાબ છે.

આ છે ખરાબ સમયની ત્રીજી નિશાનીઃ-

જો કોઇ વ્યક્તિનું બધું જ ધન તેના દુશ્મનોના હાથમાં જતું રહે તો તે બરબાદ થઇ જાય છે. જાત મહેનતે કમાયેલું ધન, દુશ્મનોના હાથ લાગવાથી વ્યક્તિએ બમણા સંકટનો સામનો કરવો પડે છે. વ્યક્તિના દુશ્મન તેના જ ધનનો ઉપયોગ તેની વિરૂધ્ધ કરશે. આવી પરિસ્થિતિમાં તે દુશ્મનોથી પરાજિત થશે અને ધનના અભાવમાં પોતાનું જીવન પણ યોગ્ય રીતે વ્યતીત કરી શકશે નહીં.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111321631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now