આ સમય અને મુહર્તમાં જન્મેલા લોકોનું ભાગ્ય હોય છે ખાસ, જે ધારે તે કરી શકે છે
તમે જોયું હશે કે દુનિયામાં ઘણા બધા લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. તે લોકો કોઇના ઉપર પણ હાથ રાખી દે તો સોનું બની જાય છે એટલે કે જે પણ કામ હાથમાં લે તે સફળતાપૂર્વક પુરું કરી લેતા હોય છે. આ લોકોની કિસ્મત આટલી સારી હોવાના પાછળ પણ મુખ્ય કારણો હોય છે.
આજે અમે વાત કરી રહ્યા છે એવા લોકો વિશે, જે ખુબ જ ભાગ્યશાળી હોય છે. જો કે, ભાગ્યશાળી હોવાના પાછળ તમારા જન્મનો સમય પણ નિર્ભર કરે છે. તમે કયા મહિનામાં, કયા નક્ષત્રમાં એટલે કે કયા મૂહર્તમાં પૈદા થયા છે તેનાથી તમારું ભાગ્ય નિર્ભર કરે છે.
– સામાન્ય રીતે માનવામાં આવે છે કે જે બાળકો ભાગ્યશાળી હોય છે તે શનિવારના દિવસે પેદા થાય છે, અને તેમના પર શનિ દેવની અપાર કૃપા હોય છે.
– જ્યારે એક સર્વમાં જાણવા મળ્યું છે કે મે મહિનામાં જન્મેલા બાળકો પણ સૌથી વધુ ભાગ્યશાળી હોય છે.
– સામાન્ય રીતે કૃષ્ણ જન્માષ્મીના સમયે જન્મ થતા બાળકો સૌથી વધુ ભાગ્યશાળી ગણાય છે, એવું કહેવામાં આવે છે કે તેઓ ભગવાનનું રૂપ હોય છે.
– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનીએ તો અભિજિત મૂહર્તના સમયે જન્મ થયેલા બાળકો પણ ભાગ્યશાળી હોય છે. આ એક ખાસ પ્રકારનું મુહર્ત હોય છે. તેમાં મુહર્ત શરૂ થયાના 12 મિનિટ અને છેલ્લી 12 મિનિટ ખુબ જ ખાસ હોય છે. આવા સમયે પૈદા થયેલા બાળકો પણ સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે.
અભિજિત મુહર્ત સવારે અને રાત્રે બે સમયે હોય છે. બન્નેમાં 12-12 મિનિટ એક સમાન હોય છે.
– કહેવાય છે અભિજિત મુહર્તના સમયે જન્મેલા બાળકોનું આયુષ્ય પણ ખુબ જ લાંબું હોય છે.
– અભિજિત મુહર્ત સૂર્યોદયને લઇને આઠમા પહરનો અડધો ભાગ કહેવામાં આવે છે. એટલે આઠમો પહર શરૂ થયાના 12 મિનિટથી લઇને છેલ્લી 12 મિનિટની વચ્ચેના સમયને અભિજિત મુહર્ત કહેવાય છે.
– આવી રીતે રાત્રે સૂર્યાસ્તથી લઇને રાતનો આઠમો પહર શરૂ થયાની 12 મિનિટ અને છેલ્લી 12 મિનિટની વચ્ચેના સમય અભિજિત મુહર્ત કહેવામાં આવે છે. આ બન્ને મુહર્તમાં પૈદા થયેલા બાળકો દુનિયાના સૌથી ભાગ્યશાળી બાળકો ગણાય છે. તમને જણાવી દઇએ કે, તમામ શુભ કામ પણ આ અભિજિત મૂહર્તમાં કરવામાં આવે છે.