સુખી જીવનની નિશાનીઓ છે આ 6 વાતોઃ વિદુર નીતિ
મહાભારતમાં વિદુરજીએ મંત્રી તરીકે રાજ્યની બહુ સેવા કરી. પોતાના અનુભવ સિદ્ધ જ્ઞાનને તેમણે કલમ દેહ આપીને આપણી સમક્ષ વિદુર નીતિ મૂકી છે. જે જીવન વિશે અનેક એવી વાતો કહી જાય છે કે જે આજે પણ ચરિતાર્થ નિવડે છે. નીતિઓ વિશે તેમણે મહાભારતમાં કહેવાયું છે કે તે જીવનની યોગ્ય રાહ બતાવે છે. આજે આપણે વિદુર નીતિની એ 6 ચીજો વિશે જાણીશું જે મનુષ્ય જીવનમાં સૌથી મોટું સુખ માનવામાં આવે છે.
આરોગ્યામાનૃણયમવિપ્પવાસઃ સદ્ધિમનુષ્યૈઃ સહ સહ સ્મપ્રયોગઃ |
સ્વપ્રત્યયા વૃત્તિરભીતવાસઃ ષડ્ જીવનલોકસ્ય સુખાનિ રાજન્ ||
અર્થાત નિરોગી રહેવું (સ્વસ્થ રહેવું), ઋણિ ન હોવું એટલે કે કોઈનું કઈં ઉધાર ન હોવું., પોતાના વતનમાં કે દેશમાં રહેવું. સારા લોકોની સાથે સારા સંબંધો હોવા, આજીવિકા માટે કોઈ અન્ય પર નિર્ભર ન હોવું, નિડર હોવું આ છ બાબત એ આ લોકના સુખ છે.
સ્વસ્થ રહેવું
સ્વસ્થ રહેવું વ્યક્તિના જીવનનું સૌથી મોટું વરદાન છે સ્વસ્થ રહેવું તે. જો કોઈ બીમારી ઘેરી વળે તો તેનાથી અનેક પરેશાનીઓ વેઠવાનો વારો આવે છે. કોઈ કામ ઠીક નથી થઈ શકતું. ધનનો વ્યય અને માનસિક ચિંતા પણ વેઠવી પડે છે.
ઉધારી ન હોવી
મનુષ્યે પોતાની આવક પ્રમાણે ચાદરમાં પગ પસરાવવા જોઈએ. અનેક લોકોને એવી આદત હોય છે કે આવક ન હોય તો ય દેવું કરીને ય મોજ કરતાં હોય. પછી દેવું ભરી ન શકવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. બીજા પાસેથી લીધેલું ઉધાર ક્યારેય સુખ નથી આપતું. તેથી દેવું ન થાય તે રીતે જીવન જીવવું જોઈએ.
પોતાના દેશમાં રહેવું
અનેક લોકો અનેક કારણોસર વિદેશમાં રહે છે. આમ કરવા પાછળનું કારણ જે પણ હોય , પણ પોતાના દેશમાં સુખ અને સુરક્ષા છે તે અન્ય કોઈ દેશોમાં નથી હોતું.
સારા લોકોની વચ્ચે રહેવું
જે વ્યક્તિ સારા, સદગુણી અને વિદ્રાન લોકોની વચ્ચે રહે છે તેનામાં સારી આદતો વિકસે છે. ખરાબ લોકોની સંગતિ ખરાબ પરિણામ જ લાવે છે.
કોઈ પર નિર્ભર ન રહેવું
જે મનુષ્ય કોઈ પ્રકારે જીવન નિર્વાહ માટે કોઈના પર નિર્ભર ન હોય તે સુખી માનવામાં આવે છે. જે લોકો પોતાના જીવન નિર્વાહ જેટલું કમાતા નથી, તેનું સ્વાભિમાન હણાય છે. સાથોસાથ બીજાની નજરમાં પણ સન્માન ખોવાનો વારો આવે છે.
નિડરતાથી જીવવું
જે નિડરતાથી જીવતા હોય અને તેને કોઈનો ભય ન હોય તે વ્યક્તિને સૌથી સુખી માનવામાં આવે છે.