અટાણે ઓસ્ટ્રેલિયા ના જંગલોમાં આગ લાગી સે અને ઈમો કરોડોની સંખ્યામાં પશુપંખીઓ મરી જયા સે એવુ હંધાય કહે સે
કદાચ આ આગ ની શરૂઆત જંગલના કોઈ ખુણાથી જ થઈ હસે તારે જંગલ ના બીજા વિસ્તાર વાળાને ઈમ લાગ્યુ હસે કે આ ફેલાઈ ને ચ્યો આપણા લગીન આબ્બાની સે તે ચિંત્યા કરવી
પણ ધીરે ધીરે આગ ફેલાતી જઈ અને આખ્ખા જંગલ ને ઈના ભરડામાં લેતી જઈ હશે અને જ્યારે હંધાય આગ અંગે જાગ્રત બન્યા હસે તારે કદાચ મોડુ થઈ જયુ હસે અને જંગલ માં ચારેકોર હાહાકાર મચી જયો હસે
બસ આવુ જ કંઈક આપણી માનવ સભ્યતાઓનું છે એમાં જ્યારે કોઈ ખુણે આગ લાગે ત્યારે આપણે એવુ વિચારીએ સીએ કે આ આપણ ને ચ્યો અસર કરે સે તે આપણે ચિંત્યા પણ આ આગની ચિનગારીઓ ફેલાતી ફેલાતી જ્યારે સમગ્ર સભ્યતા ને ભરખી જાય છે ત્યારે આપણ ને ખબર પડે સે ને આપણે હાહાકાર મચાવા લાગીએ સીએ પણ કમનસીબે તારે બવ મોડુ થઈ જયુ હોય સે
યાદ રાખો જંગલની આગ પશુપંખીકે માનવ વચ્ચે કોઈ ભેદ કરતી નથી એ જ્યારે લાગે ત્યારે ઈની ચપટમાં આવતા હંધાય ને ઈ કોઈપણ પ્રકાર ના ભેદભાવ વગર ભરખી જાય સે