મનુ-શતરૂપા જેવું દામ્પત્ય જીવન હોય જેમના હાથ પર હોય આ રેખા, જોડી એવી કે જોનારા જોતા જ રહે
આપણે ત્યાં જ્યારે કોઈના વિવાહ સંપન્ન થાય ત્યારે કન્યાને 4 સૌભાગ્યવતી સ્ત્રીઓ કાનમાં અખંડ સૌભાગ્યવતી ભવના આશિષ આપે છે. તેમને કહેવામાં આવે છે કે મનુ-શતરૂપા જેવું દામ્પત્ય જીવન ભોગવો. સમુદ્ર શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે હથેળીમાં સૌથી નાની આંગળીની નીચે બુધ પર્વતનું સ્થાન હોય છે
બુધ પર્વતના અંતમાં આડી-ત્રાસી રેખાઓ વધારે જોવા મળે છે. તેને લગ્નજીવનની રેખા કહેવાય છે. વ્યક્તિનું પ્રેમ પ્રકરણ તેમજ લગ્નજીવનનું મુલ્યાંકન આ રેખાની બનાવટના આધાર પર હોય છે. આ રેખા જેટલી સરળ અને સ્પષ્ટ હોય છે લગ્નજીવન એટલું જ સફળ હોય છે.
હસ્ત રેખા વિજ્ઞાનમાં જણાવામાં આવ્યું છે કે હાથમાં બુધ પર્વત પર જેટલી આડી રેખા હોય છે વ્યક્તિનું લગ્નજીવન એટલું જ સફળ હોય છે. અહીં જે રેખા સૌથી લાંબી અને સરળ હોય છે તેને જ લગ્નજીવનની રેખા માનવામાં આવે છે. જ્યારે અન્ય રેખાઓને પ્રેમ પ્રકરણના રૂપમાં માનવામાં આવે છે. લગ્નજીવનની રેખા તુટેલી હોય અથવા કટ થયેલી હોય તો લગ્નસંબંધ તુટવાની સંભાવના રહે છે. આ સ્થિતિમાં બીજા લગ્નની પણ સંભાવના રહે છે.
લગ્નજીવન કેવું હોવું જોઇએ તે પણ જણાવામાં આવે છે. જો રેખા નીચેની તરફ નમેલી હોય તો દંપતિ જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. લગ્ન રેખાના પ્રારંભમાં બે શાખાઓ હોય તો તેનાથી વ્યક્તિનું લગ્નજીવન તુટવાનો ડર રહે છે