Bad Influence Of Kalsarp Yoga In Your Kundali, Know The Measure To Free From This Yoga
એવો ભયાનક યોગ, જે અબજોપતિને પણ કરી દે છે રસ્તે રઝળતા, કરો ઉપાય
સામાન્ય રીતે કાલસર્પ યોગ નામ સાંભળીને જ લોકો ભયભીત થઇ જાય છે. એવું માનવામાં આવે છે કે, કાલસર્પ યોગ અશુભ પ્રભાવ આપે છે અને જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ હોય છે, તેણે મુશ્કેલ સમયનો સામનો કરવો પડે છે. જ્યોતિષ મુજબ કાલસર્પ યોગ માત્ર અશુભ ફળ નથી આપતો, પરંતુ થોડી પરિસ્થિતિઓમાં આ યોગથી શુભફળ પણ પ્રાપ્ત થાય છે. જો કુંડળીમાં કાલસર્પ યોગ અશુભ ફળ આપનારો હોય તો તેના પ્રભાવોને ઓછો કરી શકાય છે. એટલે કાલસર્પ યોગથી ભયભીત થવાની જરૂર નથી.
જે લોકોની કુંડળીમાં કાલસર્પ યોગ બની રહ્યો છે, તેમણે થોડા ઉપાય નિયમિત રૂપથી કરતાં રહેવા જોઇએ. આ ઉપાયથી કાલસર્પ યોગના અશુભફળથી મુક્તિ મળી શકે છે.
આગળ જાણો જો કોઇ વ્યક્તિની કુંડળીમાં આ યોગ છે તો તેની અસર કેવી થાય છે અને તેના ઉપાયો જેનાથી આ યોગનો પ્રભાવ ઓછો થઇ શકે છે.
કાલસર્પ યોગની અસરઃ-
જન્મ કુંડળીમાં કાલસર્પ યોગ હોવાથી વ્યક્તિને ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ યોગને કારણે વ્યક્તિ બેચેન રહે છે, માનસિક અશાંતિ બની રહે છે. કાર્યોમાં સફળતા નથી મળી શકતી. પૈસાની તંગી બની રહે છે. પારિવારિક સુખ નથી મળી શકતું. કાલસર્પ યોગ આ પ્રકારની સમસ્યાઓને જન્મ આપે છે. જેને દૂર કરવા માટે જ્યોતિષમાં ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોને નિયમિત રૂપથી જો કરવામાં આવે તો કાલસર્પ યોગની અસર ખતમ થઇ શકે છે અને તમારી કિસ્મત બદલાઇ શકે છે.
આગળ જાણો થોડા ઉપાય જેનાથી કાલસર્પના અશુભ પ્રભાવને ઓછો કરી શકાય છે..
-દરરોજ કોઇ શિવ મંદિર જઇને શિવલિંગ પર દૂધ અને જળ અર્પિત કરવું. સાથે જ, ऊँ नम: शिवाय मंत्र નો જાપ કરવો.
-દર શનિવાર કોઇ પીપળાના વૃક્ષની પૂજા કરવી, જળ અર્પણ કરવું અને ઓછામાં ઓછી સાત પરિક્રમાં કરવી.
-દર વર્ષ શ્રાવણ મહિનામાં નાગ પાંચમના દિવસે નાગની પૂજા કરવી અને કાલસર્પ દોષ નિવારણની વિશેષ પૂજા કરવી. આ ઉપાય નિયમિત રૂપથી કરશો તો વધારે લાભ પ્રાપ્ત થશે.
-નાગ પાંચમના દિવસે નાગદેવના દર્શન કરવા અને પૂજા કરવી.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું.
-કોઇ શુભ મુહૂર્તમાં ચાંદીના નાગ-નાગણના જોડા બનાવવા અને તેમની પૂજા કરવી. ત્યાર પછી આ જોડાને કોઇ પવિત્ર નદીમાં શ્રદ્ધાપૂર્વક પ્રવાહિત કરવાં.
-રાહુ અને કેતુ ગ્રહોની શાંતિ માટે આ મંત્રોનો જાપ કરવો અથવા કોઇ બ્રાહ્મણથી કરાવડાવવો.
રાહુ મંત્રઃ ऊँ रां राहवे नम:
કેતુ મંત્ર: ऊँ कें केतवे नम:
આ મંત્રોનો જાપ હજારોની સંખ્યામાં કરવો જોઇએ. એટલે આ ઉપાય તમારા નામથી કોઇ બ્રાહ્મણ દ્વારા પણ કરાવી શકાય છે.
શનિવારના દિવસે તેલનું દાન કરવું. શનિદેવના દર્શન કરવા અને શનિ મંત્રનો જાપ કરવો.
શનિ મંત્રઃ- ऊँ शं शनैश्चराय नम:
-નિયમિત રૂપથી શ્રીકૃષ્ણની પૂજા કરવી અને આ મંત્રનો જાપ કરવો.
મંત્ર: ऊँ नमो भगवते वासुदेवाय नम:
-દરરોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરનો.
મંત્ર- ऊँत्र्यम्बकम्यजामहे सुगन्धिम्पुष्टिवर्धनम्।
उर्वारुकमिवबन्धनात् मृत्योर्मुक्षीय मामृतात।।