કેવા પ્રકારના વાસ્તુ દોષ હોય તો માતા-પિતા ઈચ્છે ત્યાં દીકરી લગ્ન કરતી નથી
એક માતા-પિતાને મુંજવતો પ્રશ્ન હતો કે દીકરીને લગ્ન જ નથી કરવા. શું કરીએ? દીકરીને જે ગમે છે, એ અમને લાયક લાગતો નથી. દીકરી સામા જવાબો આપે છે. કોઈ વાતે માનતી જ નથી. વાસ્તુ દોષના કારણે પણ ઘણીવાર આવું થતું હોય છે, તો આવો જાણીએ કે કેવા પ્રકારના વાસ્તુ દોષના કારણે માતા-પિતા અને દીકરી વચ્ચેનું અંદર વધી જાય છે, મનમેળ રહેતો નથી.
>> દીકરી નૈરુત્યમાં રહેતી હોય તો.
>> નૈરુત્યના અક્ષ નકારાત્મક હોય તો.
>> નૈરુત્યના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય તો.
>> અગ્નિમાં પાણીની ટાંકી આવતી હોય તો.
>> વાયવ્યમાં ઉત્તર તરફ માથું રાખીને સુવાની વ્યવસ્થા હોય તો.
>> ઘરમાં નકારાત્મક પૂજા થતી હોય તો.
>> વાયવ્યનો મોટો વાસ્તુ દોષ હોય તો.
>> માતા પિતાનો બેડરૂમ અગ્નિમાં અને દીકરી વાયવ્યમાં રહેતી હોય તો.
>> ઘરમાં વધારાની વસ્તુઓ ઘણા સમયથી પડી રહી હોય તો.
કોઈપણ સમસ્યા હોય તેનું નિરાકરણ તો હોય જ છે. ભારતીય વાસ્તુમાં તેના માટે સરસ ઉપાયો છે. ઘરમાં ગુગલનો ધૂપ કરવા ઉપરાંત દીકરી માટે તૈયાર કરેલ એનર્જી એન્હાન્સર જો નૈરુત્યમાં રાખવામાં આવે તો ઘરની ઊર્જા વધને સોલ્યુસન આવી શકે.