આમ બીજાની મરજી મુજબ જીવવાનું
મને માફક નથી આવ્યું
આ રીતે જેમ તેમ જિંદગી પસાર કરવાનું
મને માફક નથી આવ્યું.
થઈ સવાર ધૂંધળી ને રાત પારજાંબલી બપોર
આ ધુમાળામાં એ. સી. માં સૂવાનું
મને માફક નથી આવ્યું.
હવે બાંધતા જાય છે સંબંધી સ્વાર્થના રોજ
બાળપણના એ નિખાલસ મિત્રોને છોડવાનું
મને માફક નથી આવ્યું.
આવી રહી છે પાનખર હર ઋતુમાં હવે
આ વસંતમાં ફૂલો તોડવાનું
મને માફક નથી આવ્યું.
હવે તો ખોવાયા છે આકાશમાં તારા પણ
આ શહેરની ઝગમગાટમાં અંજાવાનું
મને માફક નથી આવ્યું.
જિંદગીના અનુભવે જાણ્યું કે સમય બળવાન છે
દરેક વખત પથ્થરને પાટું મારી પેદા કરવાનું
મને માફક નથી આવ્યું.
ખખડભૂસ થવાની અણી પર છે સૌ દીવાલો
કોઈ લાચાર આંતરડી કકડવાનું
મને માફક નથી આવ્યું.
તું નથી ચાંદ કે નથી કોઈ મલિકા તેમ છતાં
સિવાય તારા કોઈને મહેબૂબા કહેવાનું
મને માફક નથી આવ્યું.
આમતો કરુંછું વંદન સૌ મોટેરાઓને જગમાં
તારા સિવાય બીજે માથું ટેકાવવાનું
મને માફક નથી આવ્યું.
તારું જ ધાર્યું થાય છે પ્રભુ જીવન માં
મારું ધાર્યું કરવાનું
મને માફક નથી આવ્યું.
- નિશાન