Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવીને ઈશ્વરની ગરજ હોય છે.
એથી જ શબ્દોમાં અરજ હોય છે.

એની જરુરત છે કૈંક પામવાનીને,
બાકી ક્યાં યાદ એને ફરજ હોય છે!

ભૂલી જાય છે ઉપકાર ભગવંતના,
ભજીને મેળવવાનું પરત હોય છે.

નથી યાદ અહેસાન હરિનો એને,
બાકી ચૂકવવાનું એને કરજ હોય છે.

દુનિયાના માપદંડે મૂલવે છે પ્રભુને,
આખરે એનો ટૂંકો ગજ હોય છે.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111315545
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now