સંબંધ ની પરિભાષા '
'સંબંધ ' આ વાંચતા જ કોઈને આનંદ થાય તો કોઈને દુઃખ થાય, કોઈ રડી પડે તો કોઈ ગળગળી ઉઠે. જયારે વફાદારી અને પ્રેમપ્રુવક નિભાવેલ સબંધ ને અંતે મળતા દગો અને નાઈનસાફી જોઉં છું, મોટા કર્યા જેમને એમની જ સામે મોટા થતા જોઉં છું ત્યારે.... બદલતા સમયે એટલું તો સમજાવી જ દીધું છે કે કળિયુગ હોય કે સતયુગ રામ ને તો હમેંશા વનવાસ જ મળે છે. દુઃખી તો એ થાય છે જેને એ સંબંધ વફાદારી થી નિભાવ્યો. એમને દુઃખ એ વાત નું નથી હોતું કે એમને 'સંબંધ સારો કેમ નિભાવ્યો? 'પણ દુઃખ એ વાત નું થાય છે કે એમને' દગો મળ્યો !'અને સાથે સાથે પ્રશ્ર્ન પણ થાય કે એમનાથી એવી તો શી ભૂલ થઇ કે એમને સામે દગો મળ્યો ! આજ પ્રશ્ન ને સાથે લઈને, મૂંઝવણ લઈને, દુઃખ ને સાથે ફરીને પોતાના મન ને મનાવવાનો વાનો પ્રયાસ કરતા રહે.સાથે સાથે એવુ પણ થાય કે આના કરતા જો કોઈ પ્રાણી ને સાચવ્યું હોત તો કદાચ એ પણ વફાદાર રહેત.. ! આજે મને એક joke યાદ આવે છે જે માણસ પર કટાક્ષ કરતો છે જે આ મુજબ છે ,
"એક કાંચીડા એ આત્મહત્યા કરી ત્યારે કોઈએ એને પૂછયું (સ્વર્ગસ મિત્રોએ ) : 'તે શું કામ આત્મહત્યા કરી? ત્યારે એને જવાબ આપતા કહું :'હું માણસો થી રંગ બદલવામાં હારી ગયો '
આજ કાલ બદલાતા સમય ની સાથે રંગ બદલાતા માણસો ને જોયું છું ત્યારે એક પ્રશ્ન હંમેશા મારું મન પૂછે છે ' શું આજ છે દુનિયા? ' માન્યું કે સંબંધ સાચવવા પડે રિવાજ છે, સંસાર નો નિયમ છે. રામ ને લોકો પૂજાતા હતા, અને આજે પણ પૂજે છે આવનારી આપણી પેઢી પણ પૂજશે. પણ શું હાલ ના સમય મા વનવાસ નિભાવી રહેલા રામ ને કોણ પૂજશે?? કોણ એને યાદ રાખશે?? માત્ર એનો તો દુઃખ અને આધાત સાથે જ જીવવાનું ને? હંમેશા બધા પ્રશ્નો ના જવાબ છે એમ કેવા વાળી હું આજે મારાં મનને આપવા જવાબ શોધી રહી રહી છું, એને મનાવવાનો એક નિરર્થક પ્રયાસ કરી રહી છું. બસ હવે તલાશ મા છું અને રાહ જોઈ રહી છું જવાબ ની.. ! Doli thakkar (વિપ્ર )