વાંકડિયા વાળ ધરાવો છો તો જાણી લો કેટલા લકી છો તમે
કહેવાય છે આપણા શરીરનો એક-એક ભાગ આપણી સુંદરતાને દર્શાવે છે. સમુદ્ર શાસ્ત્રની માનીએ તો તેમા વાળનું ખૂબ મહત્વ હોય છે. ખાસ કરીને યુવતીઓ અંહે કહેવામાં આવે તો ભરાવદાર વાળ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ શુ તમે જાણો છો કે વાળ ન માત્ર તમારી સુંદરતાને વધારે છે પરંતુ તે માનવના ભાગ્ય પર પણ અસર કરે છે. આ સાંભળવામાં તમને કઇક અટપટુ લાગી શકે છે કે કોઇના વાળ તેમના ભાગ્યને અસર કરે છે, પરંતુ આ સત્ય છે. તો આવો જોઇએ તેનાથી કેટલીક ખાસ અને રસપ્રદ વાતો…
વાળના નિષ્ણાંતોની માનીએ તો વાળ અનેક પ્રકારના હોય છે. તો જ્યોતિષ શાસ્ત્રમાં વાળને વિશેષ રીતે ચાર પ્રકારમાં વેંચવામાં આવ્યા છે. કાળા, ભૂરા, સોનેરી અને મુલાયમ. તેમા ન માત્ર તેને વેંચવામાં આવ્યા છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેનાથી સંબંધિત કેટલીક જરૂરી વાતો અંગે પણ જણાવવામાં આવ્યું છે. અમે આજે વાત કરવા જઇ રહ્યા છીએ વાંકડિયા વાળ હોય તે લોકોની..
જ્યોતિષ શાસ્ત્ર અને સમુદ્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોના વાળ કાનની પાસે આવીને વાંકડિયા થઇ જાય છે તે લોકો ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ લોકોનું ક્યારેય કોઇ કામ રોકાતું નથી. તેમનું ભાગ્ય હંમેશા તેમનો સાથ આપે છે.
તે બાદ એવા લોકો અંગે કહેવામાં આવ્યું છે કે જે લોકોના વાળ ગરદનની પાસે આવેની ગૂંચ જેવા થઇ જાય છે. તે લોકો અંગે કહ્યું છે કે આવા વાળ હોવા અમીર હોવાનું સૂચક હોય છે. માનવામાં આવે છે કે આવા લોકોને ક્યારેય પૈસાની કમી રહેતી નથી. તે લોકો દરેક કામમાં આગળ હોય છે અને સમાજમાં નવી ઓળખ બનાવી લે છે.
સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે લોકોના શરીરની ત્વચાના દરેક છેદથી વાળ નીકળે છે તો તેને ભાગ્ય વૃદ્ધિ માનવામાં આવે છે. જ્યારે બીજી તરફ કહેવામાં આવ્યું છે કે વાંકડિયા વાળ હોય તે લોકોને સુખ સમૃદ્ધિમાં કોઇ કમી હોતી નથી. તે સિવાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભરાવદાર વાળ હોય તે લોકોને ઉત્સાહી માનવામાં આવે છે. તેમજ તે લોકો એક વખત નક્કી કરી લે તો તે કામ પુરુ કરીને જ રહે છે.