Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે કોઈ નાનો વ્યક્તિ અપમાન કરે અથવા જીવનસાથી વિશ્વાસ ન કરે તો સમજી લેવું જોઈએ હવે વધી શકે છે પરેશાનીઓ

હિન્દુ ધર્મમાં કુલ 18 પુરાણો વિશે જણાવવામાં આવ્યુ છે અને આ તમામ પુરાણોનું જુદું-જુદું મહત્વ છે. આ પુરાણોમાંથી એક છે ગરુણ પુરાણ. આ પુરાણમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા તમામ રહસ્ય જણાવવામાં આવ્યા છે ગરુડ પુરાણમાં પાપ અને પુણ્ય કર્મો વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યુ છે. આ પુરાણના આચાર કાંડમાં નીતિઓ પણ જણાવવામાં આવી છે. જાણો 4 એવી વાતો, જેના કારણે આપણાં જીવનમાં પરેશાનીઓ વધી શકે છે.
જો જીવનસાથી ન કરે વિશ્વાસ

લગ્નજીવનમાં સૌથી જરૂરી છે કે પતિ-પત્ની, બંને એક-બીજા ઉપર વિશ્વાસ કરે. જ્યારે પણ આ વિશ્વાસ તૂટે છે ત્યારે પરિવાર તૂટી શકે છે. એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે જીવનસાથીનો વિશ્વાસ ન તૂટે. જો આવું વારંવાર થવા લાગે તો સમજી લો હવે જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે.

જીવનસાથીનું વારંવાર બીમાર પડવું

પોતાના જીવનસાથીનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. જો ક્યારેય પણ જીવનસાથી બીમાર થાય છે તો તેને પ્રાથમિકતાથી જોવું જોઈએ. બીમારીની અવસ્થામાં જો જીવનસાથી યોગ્ય સંભાળ કરે છે તો પ્રેમ હજુ વધે છે. સુખી લગ્નજીવન માટે જરૂરી છે કે પતિ-પત્ની, બંને સ્વસ્થ રહે અને બીમારીની અવસ્થામાં એકબીજાનું ધ્યાન રાખે.

નાનો વ્યક્તિથી અપમાન

ઘર-પરિવાર હોય કે કાર્યસ્થળ માન-સન્માન બધા ઈચ્છે છે. જો ઉંમર અથવા પદમાં મોટો વ્યક્તિ આપણને અપમાનજનક વાતો કહે છે તો આ સહન કરી શકાય છે, પરંતુ કોઈ વ્યક્તિ ઉંમરમાં નાનો અથવા પદમાં નાનો હોય તો તેના દ્વારા કહેલી અપમાનજનક વાતો ખૂબ દુખ આપે છે. આવા સમયે ક્રોધ કરવાથી બચો અને ધીરજથી કામ લો. અન્યથા પરેશાનીઓ હજુ વધી શકે છે.

વારંવાર નિષ્ફળ થવું

કોઈ કામમાં સફળતા મળશે કે નિષ્ફળતા, આ કામની શરૂઆતમાં જાણી નથી શકાતા. પરંતુ વારંવાર નિષ્ફળ થવું જણાવે છે કે આપણાં પ્રયાસોમાં કોઈ કમી છે અથવા આપણે બેદરકારી કરી રહ્યા છીએ. નિષ્ફળતાથી બોધપાઠ લઈને આગળ વધશો તો સફળતા મળી શકશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111314534
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now