Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Garud Puran Tips For Always Be Healty Avoid These 6 Habits

હંમેશાં નિરોગી રહેવા આ 6 બાબતોથી દૂર રહેવું, નહીંતર થઈ શકે છે ગંભીર બીમારી

ગરૂડ પુરાણમાં એવા 6 કારણ જણાવવામાં આવ્યા છે જેના કારણે મનુષ્ય બીમારીઓમાં ફસાઈ જાય છે. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો મનુષ્ય લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે. અહીં અમે જણાવી રહ્યા છે ગરૂડ પુરાણ મુજબ કયા 6 કારણથી મનુષ્ય બીમાર પડે છેઃ

શ્લોક-

अत्यम्बुपानं कठिनाशनं च, धातुक्षयो वेगविधापणं च।
दिवाशयो जागरणं च रात्रौ, षड्भिर्नराणा प्रभवन्ति रोगाः।।

1. વધારે પાણી પીવું

સામાન્ય રીતે પાણી પીવું શરીર માટે સારું માનવામાં આવે છે. પૂરતાં પ્રમાણમાં પાણી પીવાથી પેટને લગતી અને બીજી કેટલીક સમસ્યાઓથી બચી શકીએ છીએ, પણ વધારે પડતુ પાણી પીવાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે. ગરૂડ પુરાણ મુજબ જે વ્યક્તિ શરીરની જરૂરત કરતાં વધારે પાણી પીવે છે તેને કેટલીક બીમારીઓ થઈ શકે છે, એટલે વ્યક્તિએ પોતાના શરીરની જરૂરતને સમજી તે પ્રમાણે જ પાણી પીવું જોઈએ.

2. દબાણ હોવા છતાં નિત્યક્રિયાઓ રોકવી

નિત્યક્રિયાઓ બીમારીઓથી દૂર રહેવા માટેનો સહેલો ઉપાય છે. જે મનુષ્ય રોજ દિવસની શરૂઆતમાં જ નિત્યક્રિયાઓનું પાલન કરે છે તે વધુ સ્વસ્થ રહે છે. જે વ્યક્તિ દબાણ બનવા પર પણ નિત્યક્રિયાને રોકી રાખે છે તેને કેટલીક બીમારી થવાની શક્યતા રહે છે, એટલે ક્યારેય આવું ન કરવું.

3. દિવસના સૂવું

દિવસના સૂવું કેટલીક બીમારીઓનું કારણ માનવામાં આવે છે. જે વ્યક્તિ દિવસના ઊંઘે છે તેને આળસુ માનવામાં આવે છે. કેટલાક લોકો એમ માને છે કે દિવસના સૂવાથી આરામ મળે છે પણ આ ટેવ તમને આરામ નહીં પણ કેટલીક બીમારીઓ આપે છે. ધ્યાન રાખવું કે આ ટેવ તમને ન પડે, જો આ ટેવ તમને છે તો તેને તરત છોડી દેવી.

4. સતત ભારે ભોજન કરવું

કહેવાય છે કે ભોજનમાં બધાં જ વિટામીન અને પ્રોટીન હોવા જરૂરી છે. ભોજનમાં પણ સાવધાની રાખવી જરૂરી છે. સતત ભારે ભોજન કરવું શરીર માટે નુકસાનદાયક હોય છે. સ્વસ્થ રહેવા માટે સવારે નાસ્તો કરવો જોઈએ ત્યારબાદ બપોરનું ભોજન જે વિટામીન અને પ્રોટીનથી ભરપૂર હોવું જોઈએ. રાત્રે ભારે અથવા મસાલેદાર ભોજન ન કરવું. જો આ દિનચર્યા અપનાવવામાં આવે તો વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.

5. રાત્રે જાગવું

કેટલાક લોકોને રાત્રે મોડે સુધી જાગવાની ટેવ હોય છે. જેવી રીતે દિવસમાં ઊંઘવાથી બીમારીઓ થઈ શકે છે તેવી જ રીતે રાત્રે જાગવું ખૂબ જ નુકસાનદાયક હોય છે. દરેક કામ માટે એક નિશ્ચિત સમય હોય છે, અને તે કામને નિશ્ચિત સમય પર જ કરવું જોઈએ. રાત્રે મોડે સુધી જાગવાથી તમને કેટલીક બીમારીઓ થઈ શકે છે.

6. રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી પાવર) ન હોય

શરીરમાં રોગો સામે લડવાની શક્તિને રોગપ્રતિકારક શક્તિ કહેવાય છે. જે મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ કમજોર હોય છે તે વધુ બીમાર રહે છે. કોઈ પણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ તેની દિનચર્યા અને ટેવો ઉપર આધારિત હોય છે. જે વ્યક્તિ નિયમિત સમયથી ઊઠે થે, કસરત કરે છે, સમયથી ભોજન કરે છે અને ઊંઘે છે તેની રોગપ્રતિકાર શક્તિ ખૂબ સારી હોય છે આ કારણથી તે કેટલીક બીમારીઓથી બચી જાય છે. એટલે પ્રયાસ કરવા કે તમે પણ સારી દિનચર્યાનું પાલન કરો અને પોતાની રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111313381
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now