રૂપિયાનો કારણ વગર વ્યય થતો હોય, તો આજથી કરો આ નિયમોનું પાલન
દિવસ રાત મહેનત કર્યા પછી ઘરમાં આવતાં નાણા જો ટકતાં ન હોય, એટલે કે ઘરમાં બચત થતી ન હોય તો સમજી જવું કે ઘરમાં અને પોતાની કેટલીક આદતોને સુધારવાની જરૂર છે. જી હાં, કેટલીક આદતોને કારણે આપણે અજાણતા જ લક્ષ્મીજીનો અનાદર કરીએ છીએ. તો જાણી લો કે એવી કઈ ભુલો છે જે ન કરવી જોઈએ.
– પરિવારના બધા સભ્યોના માથા પરથી કાળા તલ 7 વાર ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દેવા. આ પ્રયોગથી પણ ધનહાનિ અટકી જશે.
– દર શનિવારે કાળા કૂતરાને રોટલી પર સરસિયાનું તેલ લગાવી ખવડાવો.
– સંધ્યા સમયે પથારીમાં સૂવાનું તેમજ ભોજન કરવાનું ટાળવું.
– પથારીમાં સૂતા પહેલા પગ ઠંડા પાણીથી ધોઈ લેવા અને પછી કોરા કરીને સૂવું. ક્યારેય ભીના પગે સૂવું નહીં કારણ કે તેનાથી ધનહાનિ થાય છે.
– જમતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે તેમ બેસવું. ખાસ ધ્યાન રાખવું કે ચંપલ પહેરીને ક્યારેય જમવા બેસવું નહીં.
– જો વેપારમાં નુકસાન થતું હોય તો રાત્રે ચોખા, દહીં તેમજ સત્તૂનું સેવન ન કરવું. તેનાથી લક્ષ્મીનું અપમાન થાય છે.
– સવારે મોં ધોયા વિના પાણી કે ચા ન પીવા જોઈએ.
– જમ્યા પછી હાથ ધોયા વિના કોઈને પણ અડકવું નહીં તેમજ કોઈ કામ પણ ન કરવું. સૌથી પહેલા હાથ-મોં જ સાફ કરવા જોઈએ.