મુસાફરી માટે ઘરેથી નિકળતા રાખો આ ખાસ વાતનું ધ્યાન, નહિં તો થશે અપશુકન
કોઈપણ પ્રકારની યાત્રાની શરૂઆત પહેલા એ જાણવું જરૂરી છે, કે જે કામ માટે જઈ રહ્યા છીએ તેના માટે કઈ દિશા શુભ છે અને કઈ દિશા અશુભ છે. જો મહત્વના કામ માટે જતી વખતે આ વાતને ધ્યાનમાં રાખવામાં આવે તો યાત્રા સુખદ રહે છે. અને જો તમે કોઈ કામ માટે જતા હોય તો તેમાં સફળતા અવશ્ય મળે છે.
પૂર્વ દિશા:
આ દિશામાં સોમવારે અને શનિવારે દિશા શૂલ હોય છે. એટલા માટે આ દિવસોમાં પૂર્વ દિશાની યાત્રા ટાળવી જોઈએ. આ યાત્રા અશુભ ફળ આપે છે.
પશ્ચિમ દિશા:
આ દિશામાં રવિવાર તેમજ શુક્રવારે દિશા શૂલ હોય છે. તેથી મહત્વના કામ માટે જવાનું હોય તો આ બંને દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા કરવાનું ટાળવું જોઈએ.
દક્ષિણ દિશા:
જો કોઈ એવું કામ કરવા જઈ રહ્યા છો જેનાથી આર્થિક લાભ થવાનો હોય અને આ યાત્રા દક્ષિણ દિશા તરફની હોય તો તેને ક્યારેય ગુરુવારે ન કરવી.
ઉત્તર દિશા:
આ દિશામાં મંગળવારે અને બુધવારે યાત્રા ન કરવી જોઈએ. આ યાત્રાનું ફળ અમંગળકારી હોય છે.
ઉપરોક્ત સૂચનોમાં દિશા શૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દિશા શૂલ એટલે કે તે કાળની અસર સૂર્યોદયથી બપોરના 12 વાગ્યા સુધી રહે છે. એટલે જો કોઈ વખત અનિવાર્ય સંજોગોમાં બહાર જવાનું થાય તો 12 વાગ્યા પછી જઈ શકાય છે. અથવા તો શ્રેષ્ઠ ઉપાય છે કે તમે સૂર્યોદય પહેલા જ મુસાફરી શરૂ કરી દો. આમ કરવાથી તે દિવસના શૂલ કાળની અસરથી તમે બચી શકો છો અને યાત્રાને શુભ બનાવી શકો છો.