Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં થઇ ગયા છે કરોળિયાના જાળા તો હટાવી દો, નહીંતર મુશ્કેલીઓમાં થશે વધારો

ઘરમાં કરોળિયાના જાળા થવા એ સામાન્ય વાત છે. તે અવારનવાર જોવા મળે છે. આમછતાં તે દેખાય ત્યારે તેને તરત જ હટાવી દેવા જોઈએ. કારણકે તેને કારણએ વાસ્તુદોષ પેદા થાય છે. ઘરમાં અનેક આફતો આવે છે.

અનેક વાર આ કારણે પરિવારજનો સખત મહેનત કરતાં હોવા છતાં અપેક્ષિત સફળતા પ્રાપ્ત નથી કરી શકતાં. એટલું જ નહિં ગમે તેટલું કમાઓ તોય કશું બચતું નથી. સઘળું ખર્ચાઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કરોળિયાના જાળાને કારણે અનેક મુશ્કેલીઓ વેંઠવી પડે છે. જાણો શું કહેવાયું છે વાસ્તુશાસ્ત્રમાં આ વિશે…

– કોઈ કાર્ય બનતું બનતું બગાડે છે. તેમ જપરિવારના સ્વાસ્થ્યમાં પણ ચઢાવ ઉતાર આવે છે. તેથી જ્યારે પણ પૂરા ઘરની સફાઈ કરો કરોળિયાના જાળા સૌ પહેલાં જ હટાવી લો.

– જો કરોળિયાના જાળા ઘરમાં હોય તો ઘરમાં માંદગી આવે છે. એટલું જ નહિં ઘરમાં રહેનારા લોકોના મગજ પણ જામ થઈ જાય છે એટલે કે બુદ્ધિ ચાલતી નથી. જેને પરિણામે વિકાસ બાધિત થઈ જાય છે.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર કરોળિયાના જાળા વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. એ ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે. સાથે સાથે ખર્ચા અને માંદગી વધારે છે.

– જે ઘરમાં કરોળિયાના જાળા વધારે હોય તે ઘરના સભ્યોમાં આળસ, સ્વભાવમાં ચીડિયાપણુ અને નકારાત્મકતા આવી જાય છે.

– જ્યોતિષશાસ્ત્રમાં કરોળિયાના જાળા જો ઘરમાં હોય તો એવું કહેવામાં આવે છે કે ઘરમાં એવી સ્થિતિ પેદા થાય છે કે વ્યક્તિ તેમાંથી બહાર જ આવી શકતી નથી પછી તે માંદગી હોય કે ખર્ચા હોય કે મુશ્કેલીઓ હોય. વ્યક્તિ વધુંને વધું ધેરાતો જાય છે. તેનું મગજ અંતે ભ્રમિત થઈ જાય છે. વ્યક્તિઓ હમેંશા ઉલઝાયેલા રહે છે.

– કરોળિયાના જાળ વ્યક્તિને માનસિક રોગી બનાવે છે. જે ઘરમાં કરોળિયાના જાળા હોય તે ઘરમાં દુર્ભાગ્ય પીછો છોડતું નથી. હમેશાં ભાગ્ય છેટું રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111312326
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now