પાચીક રમતી, દોરડા કૂદતી,
ઝુલતી આંબા ની ડાળે,
ગામ ના પાદરે જાન એક આવી ને
મારુ બચપણ ખોવાઇ ગયુ એજ દાડે,
મધ મીઠા મહુડા ના ઝાડ તળે
બેસી ને લખતીતી દાદા ને ચિઠ્ઠી,
લખવાનું લીખીતન હતું બાકી,
ને એ અંગે ચોળયા ગઈ પીઠી,
આંગણમાં ઉકડીયા પાળતા જે,
બે હાથે આજ લાલા થાપા ભીત ઉપર પાડે,
અને મારું બચપણ ખોવાઈ ગયુ એજ દાડે,