Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલથી પણ ઘરમાં ન લગાવશો હનુમાનજીની આવી મૂર્તિ થઈ જશો કંગાળ

આપણા સૌના ઘરમાં કોઈને કોઈ ઈષ્ટ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરેલી હોય છે. એવું કોઈ ઘર ભાગ્યે જ હશે જ્યાં ભગવાનની મૂર્તિ ન હોય. દેવી-દેવતાઓની આવી મૂર્તિઓ રાખવા એ સમજમાં નથી આવતુ કે કેવી મૂર્તિઓને ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. કેટલીક એવી મૂર્તિઓ પણ છે જેને રાખવાથી ફાયદો થાય તેના કરતા નુકસાન વધારે થાય છે. કેમકે કેટલાક લોકો કંઈ સમજ્યા વિચાર્યાવીના આવી મૂર્તિઓને ઘરમાં સ્થાપિત કરી દેતા હોય છે.

પછી તેની ખુબ મોટી કિંમત ચુકવવી પડે છે. કેટલાક લોકો જ્યોતિષ શાસ્ત્રની અવગણના કરે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે. તો આજે અમે તમને જણાવીશું કે શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીની કેવી મૂર્તિઓ ઘરમાં રાખવી જોઈએ કેવી રાખવી જોઈએ નહી.

આમતો બજરંગબલીને સંકટ મોચનના નામથી જાણવામાં આવે છે. કેમકે તેઓ પોતાના ભક્તને તમામ સંકટમાંથી મુક્તી અપાવે છે. બજરંગબલીના કેટલાક રૂપને ઘરમાં રાખવા જોઈએ નહી. આવા સ્વરૂપની જો ઘરમાં સ્થાપના કરવામાં આવે તો ઘરનું વાતાવરણ ડહોળાઈ જાય છે. ઘરમાં અશાંતિ અને ક્લેશ ફેલાય છે. તો આવો જાણીએ કેવા ફોટાઓ ઘરમાં રાખવા ન જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ હનુમાનજીની સંજીવની લઈને આકાશમાં ઉડતા હોય તેવી મૂર્તિ કે ફોટો ઘરમાં રાખવો ન જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે હંમેશા હનુમાનજીની સ્થિર મૂર્તિની પૂજા કરવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં પવનપુત્રની એવી મૂર્તિ કે ફોટો ન રાખવો જેમાં તેમણે પોતાની છાતી ચીરી હોય.

હનુમાનજીની એવી મૂર્તિ ન રાખવી જેમાં તેમણે પોતાનાં ખભા પર શ્રીરામ અને લક્ષ્મણને ઉંચક્યા હોય. કેટલાક લોકો પોતાના ઘરમાં રાક્ષસોનો સંહાર કરતા હોય તેવો અથવા તો લંકાનું દહન કરતા હોય તેવો ફોટો રાખે છે.કહેવાય છે કે આવુ રાખવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિની કમી રહે છે અને હનુમાનજીની કૃપા નહી મળતી.

આવી મૂર્તિઓ રાખો

ઘરમાં સુખ સમૃદ્ધિ માટે હનુમાનજીની યુવા અવસ્થામાં પીળા રંગના વસ્ત્રો ધારણ કરેલ ફોટો રાખવાથી શુભ ફળ આપે છે. બાળકોના અભ્યાસ કરતા રૂમમાં હનુમાનજીએ લંગોટ પહેરેલ ફોટાઓ રાખવાથી મન એકાગ્ર થાય છે. આ સાથે જે ફોટામાં હનુમાનજી પોતાના પ્રભુ શ્રી રામની સેવા કરે છે એ ઘરમાં રાખવાથી ધનની વૃષ્ટી થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111311674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now